Site icon Revoi.in

અમેરિકામાં કોરોના વકર્યોઃ માત્ર 24 કલાકમાં સાડા 4 લાખથી પણ વધુ કેસ નોંધાયા, જે વિતેલા વર્ષની સરખામણીમાં બમણા કેસ

Social Share

 

દિલ્હીઃ- કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના ડેટાબેઝ અનુસાર, આ વખતે યુ.એસ.માં સંક્રમણના દૈનિક કેસોએ ગયા શિયાળાની સરખામણીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બુધવારે અમેરિકામાં રેકોર્ડ 4.88 લાખ લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે.

અહીં મંગળવારે પણ 3.80 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, જે 24 કલાકના કેસોની રેકોર્ડ સંખ્યા હતી. તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે ક્રિસમસની રજાઓને કારણે આ આંકડો વધ્યો અને જે હવે બેકાબૂ બની રહ્યો છે. બુધવારે યુ.એસ.માં, સાપ્તાહિક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે સાત દિવસમાં સંક્રમણના સરેરાશ 3 લાખથી વધુ કેસ  નોધાયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલા  અઠવાડિયે સંક્રમણના 20 લાખ કેસ નોંધાયા હતા. આમાં, 15 રાજ્યો અને પ્રદેશોમાં સંક્મણના સૌથી વધુ કેસ નોંધાયા છે. યુ.એસ.માં ઓમિક્રોનના ઝડપી પ્રસારને કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે.યુએસમાં કોવિડ-19ના કેસ વધવાને કારણે પામ સ્પ્રિંગ્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022 રદ કરવામાં આવ્યો છે. 7-17 જાન્યુઆરી વચ્ચે યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલને રદ્દ કરવાની જાહેરાત કરતા ફિલ્મ સોસાયટીએ કહ્યું કે આ સૌથી જવાબદાર નિર્ણય  લેવાયો છે.