Site icon Revoi.in

બ્રિટનમાં કોરોના વકર્યો – એક જ દિવસમાં 91 હજારથી વધુ કેસ નોંધાતા પીએમ જ્હોનસને લોકડાઉનના સંકેત આપ્યા

Social Share

દિલ્હીઃ- વિશઅવમાં ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે,જો બ્રિટનની વાત કરવામાં આવે તો  વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે જણાવ્યું હતું કે કેબિનેટ દર કલાકે કોવિડના આંકડાઓ પર નજર રાખી રહ્યું છે કારણ કે દેશમાં 91 હજાર 743 કોરોનાવાયરસ સંક્રમણનો રેકોર્ડ દૈનિક સ્તર જોવા મળ્યો છે.એક મળેલી લાંબી કેબિનેટ મીટિંગ બાદ પીએમ જોહ્ન્સનને પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો વચ્ચે સરકાર ક્રિસમસ પહેલા કડક લોકડાઉન જેવા પગલાં અપનાવવામાં સહેજેય અચકાશે નહીં.

તેમણે જાહેરાત કરી છે કે આગળની કાર્યવાહી કરતા પહેલા ઓમિક્રોન વેરિઅન્ટ અંગે કેટલીક બાબતો સ્પષ્ટ કરવી જોઈએ. કમનસીબે, અમારે લોકોને કહેવું જ જોઇએ કે આપણે જાહેર જનતા, જાહેર આરોગ્ય અને આપણા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય માળખાના રક્ષણ માટે આગળની કાર્યવાહીના તમામ વિકલ્પો અને શક્યતાઓને ધ્યાનમાં લેવી પડશે.

આથી કોરોનાના ભયને લઈને તેમણે કહ્યું કે હજુ પણ કેટલીક બાબતો છે જેના વિશે આપણે આગળ જતાં નિર્ણય લેતા પહેલા સ્પષ્ટ થવું જરૂરી છે. અત્યારે મને લાગે છે કે આપણે બધાએ માસ્ક પહેરવા, યોગ્ય જગ્યાએ હાથ ધોવા વિશે તમામ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેથી અમે સાવચેતી રાખી રહ્યા છીએ. પરંતુ યાદ રાખો કે ઓમિક્રોન ખરેખર વધુ સંક્રમિત છે.

પીએમ જ્હોન્સને કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, ડેટાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે, પરિણામોની દરેક વિગત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કારણ કે દર્દીઓ લંડનની હોસ્પિટલોમાં આવવાનું ચાલુ થઈ ચૂક્યું છે.જ્હોન્સને કહ્યું, “જેઓ હજુ પણ કોઈપણ કારણસર રસીકરણથી વંચિત છે, તેમણે રસી લેવી જોઈએ ,ઉલ્લેખનીય છે કે બ્રિટનની આ સ્થિતિ ત્યારે સામે આવી છે જ્યારે ક્રિસમસ જેવો મોચટો તહેવાર સામે આવી રહ્યો છે આવી સ્થિતિમાં સરકાર લોકડાઉન લેતા અચકાશે નહી તેવા સંકેતો આપી ચૂકી છે.