Site icon Revoi.in

કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં ચિંતા વધી – સભા, આંદોલન અને ઉત્સવો પર લાગ્યો પ્રતિબંધ

Social Share

મુંબઈઃ-ભારત છેલ્લા એક વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાના સામે યુદ્ધ માફક લડી રહ્યું છે. દેશમાં સૌથી મોટૂ કોવિડ રસીકરણ શરૂ થયા બાદ પણ કોરોનાનૈ આંકડા ચિંતા જનક જોવા મળી રહ્યા છે. આ મહિનામાં ચાર સક્રિય કેસની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં જીવન પાટા પર ફરી આવી રહ્યું છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની ફરી મુંબઈમાં ફરી એક વખત  લોકડાઉનની સ્થિતિ સર્જાઈ રહી છે.

પાછલા મહિનામાં ફક્ત એક જ વખત 6 જાન્યુઆરીએ સક્રિય કેસની સંખ્યામાં 219 નો વધારો થયો હતો. તે જ સમયે, આ મહિનામાં સક્રિય કેસોમાં પાંચ ગણો વધારો નોંધવામાં આવ્યો છે. છેલ્લા સાત દિવસમાં ત્રણ વખત, સક્રિય કેસ વધી ચૂક્યા છે. સક્રિય કેસનો અર્થ એ છે કે હાલ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમાં વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં ફરી પાબંધિઓ લગાવાઈ

મહારાષ્ટ્રમાં ફરી એકવાર વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો રાફળો ફાટી નીકળ્યો છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી આંદોલન, રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ફક્ત લગ્ન સમારોહમાં અતિથિઓને આમંત્રિત માટે આદેશો આપવામાં આવ્યા છે. અધિકારીઓને આ આદેશનું સખત પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં વધુ કેસ આવી રહ્યા છે ત્યાં કન્ટેનર ઝોન બનાવવા માટે સંપૂર્ણ તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે. જો પરિસ્થિતિમાં સુધારો જાવા મળશે નહી , તો મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થઈ શકે છે.

ચેમ્બૂર કોરોનાનું નવુ હોટસ્પોટ બન્યું

પૂર્વ મુંબઈનો ચેમ્બુર વિસ્તાર હવે શહેરનો નવો કોરોના હોટસ્પોટ બની ચૂક્યુ છે. અહીં વધતા સંક્રમણના કેસોએ બીએમસીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. મુંબઈ બીએમસીના એમ-વેસ્ટ વોર્ડ હેઠળનો વિસ્તાર ખૂબ સંવેદનશીલ બની ગયો છે.

કોરોનાના વધતા કેસને લઈને સ્થાનિક વહીવટીતંત્રે હવે આ વિસ્તારની લગભગ 500 સોસાયટીઓને નોટિસ મોકલી છે અને તેમને કોરોનાના નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે. બીએમસીએ એમ પણ સંકેત આપ્યા છે કે જો આ ક્ષેત્રમાં અનિયંત્રિત પરિસ્થિતિ ચાલુ રહે તો ટૂંક સમયમાં પ્રાદેશિક સ્તરે લોકડાઉન લગાવી શકાય છે.

સાહિન-