Site icon Revoi.in

ચીનમાં ફરી વધવા લાગ્યો કોરોના,બે વર્ષ બાદ એક દિવસમાં 3300 કેસ સામે આવ્યા

Social Share

દિલ્હી:વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે, લોકો માની રહ્યા છે કે,મહામારીનો અંત આવી જશે પણ કેટલાક દેશોમાં હવે કોરોનાવાયરસના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ચીનમાં બે વર્ષ બાદ કોરોનાવાયરસના કેસ એક જ દિવસમાં 3300થી વધારે નોંધવામાં આવ્યા છે.

જાણકારી અનુસાર ચીનના હેલ્થ વિભાગે જણાવ્યું કે,વર્ષ 2020ના ફેબ્રુઆરી પછી આ સૌથી મોટો આંકડો છે જેમાં આટલી મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે.કોરોનાવાયરસના જોખમને ધ્યાનમાં રાખીને સ્કૂલ અને કેટલીક ઓફિસ તથા કાર્યાલયને બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું છે.

વિશ્વમાં અત્યાર સુધી કોરોનાવાયરસના 44.66 કરોડ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે અને મોતનો આંકડો પણ 60 લાખ સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય વાત એ છે કે,44 કરોડમાંથી 5 કરોડથી વધારે કેસ તો છેલ્લા એક મહિના જેટલા સમયમાં સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ આટલા જ સમય દરમિયાન 2 લાખથી વધારે લોકોનો જીવ ગયો છે.