Site icon Revoi.in

આ દેશમાં કોરોના વેક્સિન લેનારને મફ્તમાં આપવામાં આવે છે આઈસક્રીમ

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય શરુ થઈ ગયું છે,વિશ્વના અનેક દેશો આ કાર્ય જોરશોરથી કરી રહ્યા છે, કેટલીક જગ્યાએ શરુાતમાં લોકો કોરોનાની વેક્સિન લેતા અંચકાતા પણ હતા જો કે વિશ્વાસ દાખવતા લોકોએ વેક્સિન સરળતાથી લીધી  છે,

આ બાબતે અનેક અધિકારીઓ અને મેડિકલ એક્સપર્ટ્સ દ્વારા વેક્સિન સેફછે આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે,. વિવિધ દેશોમાં રસીકરણના ફાયદા સમજાવવા અંગે જાગૃતિ ફેલાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે.

ત્યારે એક દેશ એવો છે કે જ્યા કોરોના વેક્સિન આપવાની સાથે સાથે વેક્સિન લેનારાને આઈસક્રીમ મફ્તમાં આપવામાં આવે છે, મળતી વિગત પ્રમાણે મૉસ્કોમાં એક વેક્સિનેશન સેન્ટરે લોકોને વેક્સિન મૂકવા માટે ઉત્સુક કરવા માટે આ યોજના રાખી છે.

રશિયાની સ્પુતનિક-વી વેક્સિન માટે માત્રને માત્ર  38 ટકા લોકો જ આગળ આવ્યા છે, કેન્દ્રમાં વેક્સિન મુકાવવા આવનારને મફત આઇસક્રીમ ઓફર કરવામાં આવી રહી છે.આ વેક્સિનનો પુરવઠો વધુ જોવા મળે છે.જો કે લોકો વેક્સિનેશનના પ્રોગ્રામથી દૂર જઈ રહ્યા છે જેથી લોકોને આઈસક્રીમની લાલચ આપવામાં આવી રહી છે અને  વેક્સિન લેવાની આજીજી કરવામાં આવી રહી છે.

સાહિન-