Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના વેક્સિનની ટ્રાયલ, 300 સ્વંયસેવકોએ લીધી રસી

Social Share

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસની રસી લઈને અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસની રસીની ટ્રાયલ ચાલી રહી છે. સોલો સિવિલ હોસ્પિટલમાં ચાલતી રસની ટ્રાયલમાં 300 જેટલા સ્વંયસેવકોએ રસી લીધી છે. તેમજ હજુ પણ મોટી સંખ્યામાં શહેરીજનો ટ્રાયલનો હિસ્સો બનતા આગળ આવી રહ્યાં છે. લગભગ એક હજાર જેટલા સ્વયંસેવકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

કોરોના વેક્સિનની ટ્રાયલ સાથે જોડાયેલા તબીબના જણાવ્યા અનુસાર કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ કરવામાં આવી ત્યારે 5થી 7 સ્વયંસેવકો આવતા હતા. પરંતુ ધીમે-ધીમે તેમાં વધારો થઈ રહ્યો છે. હાલ રોજના સરેરાશ 30 જેટલા સ્વયંસેવકોને રસી આપવામાં આવે છે. દરરોજ લગભગ 50 વ્યકિતઓ વેક્સિન માટે ઈન્કવાયરી કરે છે. અત્યાર સુધીમાં લગભગ 300 લોકોને રસી આપવામાં આવી છે. તેમજ કોઈને પણ તેની આડઅસર થઈ નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં 1000 જેટલા સ્વયંસેવકોને વેક્સીન આપવાનો લક્ષ્યાંક છે. જે સ્વયંસેવકો ટ્રાયલ અંતર્ગત વેક્સિન લઈ રહ્યાં છે. તેમને 28 દિવસ બાદ બીજો ડોઝ પણ આપવામાં આવશે.

સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનના ટ્રાયલનો હિસ્સો બનતા માટે સ્વયંસેવકોનો ધસારો વધતા સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ સવારે 10થી સાંજના 5 કલાક સુધી વેક્સિનની ટ્રાયલ આપવામાં આવી છે. એટલું જ નહીં શનિવાર અને રવિવારે પણ સ્વયં સેવકોને રસી આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસની રસીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.