Site icon Revoi.in

ચીનના વુહાન પ્રાંતમાંથી જ કોરોના વાયરસનો ફેલાવો થયો છે – જર્મનીના વૈજ્ઞાનિકે કર્યો દાવો

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાએ મહા સ્વરુપણ ઘારણ કર્યું હતું, વિતેલા વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, ચીનના વૂહાન પ્રાંતમાંથી કોરોના વાયરસની ઉત્પત્તી થઈ હોવાના અનેક સબુત પણ મળ્યા, જો કે ચીનએ તે વાતનો ઈન્કાર કર્યો હતો,ત્યારે જર્મનીના એક વૈજ્ઞાનિકે હવે દાવો કર્યો છે કે તેમને 99.9 ટકા ખાતરી છે કે કોરોના વાયરસ ચીનના વુહાન રિસર્ચ લેબમાંથી જ બહાર આવ્યો છે.

હેમ્બર્ગ યુનિવર્સિટીના ડો. રોનાલ્ડ વીજેનડેન્જરે આ બાબચતે 100 પાના નું એક ખાસ સંશોધન હાથ ધર્યું છે જેમાં જણાવ્યું છે કે કોરોના વાયરસની શરૂઆત વુહાનની ઇન્સ્ટિટ્યૂટ ઓrફ વાઇરોલોજીથી થઈ છે જ્યાંથી આ મહામારીની શરુઆત થઈ હતી

તેમણે કહ્યું કે આ હકીકત એ છે કે લેબમાં કોઈ સુરક્ષાના ઉપાય નહોતા , સંશોધનકારો વાયરસને વધુ જીવલેણ બનાવવામાં રોકાયેલા હતા. તેમ છતાં ઘણા લોકોએ તેમના સંશોધનની ટીકા કરી હતી, તે અખબારી અહેવાલોના આધારે અને યુટ્યુબ વિડિઓના આધારે તેને અવૈજ્ઞાનિક તરીકે વર્ણવવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રોફેસર વાયરસ નિષ્ણાત નથી.

એવું કહેવામાં આવે છે કે ડબ્લ્યુએચઓ ટીમની વુહાન પ્રવાસના 10 દિવસ પછી તેમનો આ એહવાલ છાપવામાં આવ્યો છે.ડો.વીજેનડેન્જર એ જર્મન મીડિયાની સામે કબૂલાત કરી હતી કે કોરોના વાયરસ વુહાન લેબમાંથી આવ્યો છે તે સાબિત કરવા માટે તેમની પાસે કોઈ પુરાવા નથી. તેણે જર્મન અખબાર ઝેડડીએફને કહ્યું કે મને 99.9 ટકા ખાતરી છે કે વાયરસ વુહાન લેબથી આવ્યો છે.

સાહિન-