Site icon Revoi.in

ફ્રાંસમાં પણ કોરોના વકર્યો- 24 કલાક 1 લાખને પાર દર્દીઓ ,હોસ્પિટલો ભરાઈ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વ ફરી એક વખત કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે અનેક દેશોમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાના કેસોનો રાફળો ફાટ્યો છે ત્યારે હવે ફ્રાંસ પણ તેમાથી બાકાત રહ્યું નથી ,ફ્રાંસમાં કોરોનાના કેસમાં ઘરખમ વધારો નોંધાયો છે.

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે બ્રિટનમાં સ્થિતિ વધુ ખરાબ કરી છે. ત્યારે ફ્રાન્સમાં છેલ્લા 24માં કોરોના સંક્રમણના રેકોર્ડ 1 લાખ નવા કેસ નોંધાયા છે. જો કે, એક દિવસ પહેલા, અહીં કોવિડ -19 ના લગભગ 94 હજાર નવા કેસ નોંધાયા હતા.

ફ્રાન્સમાં કોવિડ-19 અને ઓમિક્રોનના વધતા જતા કેસો સાથે ફરી એકવખત હોસ્પિટલો ભરાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, મોટાભાગે એવા દર્દીઓ પણ જોવા ણળે છે જેમણે રસીનો  એક પણ ડોઝ લીધો નથી.આ સાથે જ એડમિટ થયેલા દર્દીઓને ક્રિસમસ પર, હોસ્પિટલોએ દર્દીઓના પરિવારોને મુલાકાત લેવાની મંજૂરી આપી હતી.

ફ્રાસંમાં વધતા દર્દીઓની સાથે આરોગ્ય કર્મચારીઓ પર કામનું ભારણ પણ ચિંતાનો વિષય છે. ICUના ચીફ ડૉક્ટર જુલિયન કાર્વેલીએ કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ પણ હવે મહામારીથી થાકી ગયા છે, દર્દીઓ વધી રહ્યા છે, અમને ડર છે કે અમારી પાસે પૂરતી જગ્યા નથી.આ સ્થિતિને જોતા કહી શકાય કે ફ્રાંસમાં હવે તબબી સેવાને લઈને ચિંતા સર્જાય. રહી છે

આ સ્થિતિ વચ્ચે વિશ્વભરની કોમર્શિયલ એરલાઇન્સે મહામારીને કારણે ક્રિસમસ પર 4 હજાર 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ FlightAware.comના આંકડાપ્રમાણે , એરલાઈન ઓપરેટરોએ શનિવારે વહેલી સવારે 2,401 ફ્લાઈટ્સ રદ કરી હતી. આ એવી ફ્લાઇટ્સ હતી જે ક્રિસમસ આનવ જાવન કરતે.