Site icon Revoi.in

કોરોનાની અસર પરિવહન સેવાઓ પર – રાજ્યોમાં લગાવેલ પાબંધિઓથી  દરરોજ 1 હજાર કરોડનું પરિવહન ઉદ્યોગોને નુકશાન

Social Share

દિલ્હીઃ- કોરોનાના વધતા પ્રકોપને લઈને અનેક પાબંધિઓ લાગૂ કરવામાં આવી છે, જૂદા જૂદા રાજ્યોમાં સંક્રણને અટકાવવા માટે પાબંધિો લદાય છે, ત્યારે આ પ્રતિબંધોને કારણે પરિવહન ઉદ્યોગને દરરોજ અંદાજે 1 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટર્સની સંસ્થા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ બુધવારે આ મામલે જણાવ્યું હતું કે, જો પરિસ્થિતિ નિયંત્રિત ન કરવામાં આવે અને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં ન આવે તો નુકસાન હજી વધી શકે છે. ઉપરાંત, તેની સાથે સંકળાયેલા 20 કરોડથી પણ વધુ લોકોની આજીવિકા પર સંકટ સર્જાઈ શકે છે.

સંગઠના જણાવ્યા પ્રમાણે  મહારાષ્ટ્રમાં 12 એપ્રિલના રોજ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, ત્યારથી પરિવહન કરનારાઓને દરરોજ લગભગ 315 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હવે, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને અન્ય રાજ્યોમાંપાબંધિઓ વધારાઈ છે. બિનજરૂરી ચીજોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જેનાથી વાહનોની માંગમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.

આ સમગ્ર સ્થિતિમાં તાજેતરના અંદાજ પ્રમાણે પાબંધિઓ અને તેનો સમય વધારવાના કારણે ઉદ્યોગને દરરોજ 1 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું  છે. એઆઈએમટીસીએ કહ્યું કે ઉદ્યોગને આ નાણાકીય કટોકટીથી બચાવવા માટે સરકારે ઈએમઆઈ અને ટેક્સ પેમેન્ટ પર રાહત આપવા જેવા પગલાં ભરવા જોઈએ. ઉપરાંત, ઇ-વે બિલની સમયમર્યાદા વધારવા અંગે વિચાર કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે વિતેલા વર્ષના લોકડાઉનથી હજી તો અનેક ઉદ્યોગ માંડ બહાર આવ્યા હતા ત્યા તો કોરોનાની બીજી તરંગે ફરી લોકોના જીવન પર અને આર્થિક બાબતો પર અસર દેખાડવાનું શરુ કર્યું છે.દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી હતી ત્યા તો ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે

સાહિન-