Site icon Revoi.in

કોરોનાનો કપૂર પરિવાર પર કહેર, અર્જૂન કપૂર સહિત કેટલાક સદસ્યો સંક્રમિત

Social Share

મુંબઈ: કોરોનાવાયરસથી થોડા દિવસ પહેલા કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા સંક્રમિત થયા હતા, અને હવે જાણકારી મળી રહી છે કે કોરોનાનું જોખમ હવે કપૂર પરિવાર પર પણ આવી પડ્યું છે. વાત એવી છે કે કપૂર પરિવારના કેટલાક સદસ્યો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે જેમાં અર્જૂન કપૂર, અંશૂલા કપૂર અને રિયા કપૂર અને તેમના પતિ કરણ બુલાનીનો સમાવેશ થાય છે.

હાલમાં આ તમામ લોકોને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અને બોની કપૂરની પણ તબિયત અત્યારે સારી નથી, પણ જાણકારી અનુસાર તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બોની કપૂરે પોતાને પણ ઘરમાં ક્વોરન્ટાઈન કરી લીધા છે.

ઉલ્લેખનીય છે કે અર્જૂન કપૂર પહેલા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તે સમયે પણ તેમણે પોતાને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આજે અંશુલા કપૂરનો જન્મ દિવસ છે અને આજના દિવસે ઘરના સદસ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરના લોકોમાં ચિતાના વાદળ ઘેરાયા છે.

રિયાએ સોશિયલ મીડિયા માધ્યમથી જાણકારી આપી હતી કે તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સંપૂર્ણ રીતે જાણકારી રાખ્યા બાદ પણ સંક્રમિત થઈ ગયા, અને કહ્યું કે આ જાણકારી એટલા માટે શેર કરવામાં આવી રહી છે કારણ કે તેને લઈને સરકાર અને તંત્ર યોગ્ય પગલા લઈ શકે.