Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણીઃ 24 કલાકમાં નોંધાયા 35 હજારથી પણ ઓછા કેસો

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડેલી જોઈ શકાય છે, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.કોરોનાના કેસોમાં મોટી રાહત જોવા મળે છે,દૈનિક કેસોમાં ઘટાડાની સાથે સાથે હવે સાજા થનારા દર્દીઓ વધી રહ્યા છે તો બીજી બાજુ એક્ટિવ કેસોની સંખ્યા હવે 5 લાખની અંદર જોવા મળી રહી છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 34 હજાર 113 નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી છે.માત્ર  એક જ  દિવસમાં 91 હજાર 930 લોકો કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે.

તો બીજી તરફ સક્રિય કેસો પણ ઘટી રહ્યા છે,સક્રિય કેસોનો હવે આંકડો 5 લાખની નીચે પહોંચી ગયો છે. હાલમાં,સમગ્ર દેશમાં કોરોનાના માત્ર 4 લાખ 78 હજાર 882 સક્રિય કેસ  જોવા મળી રહ્યા છે.

આ સાથે જ સક્રિય કેસની ટકાવારી પણ ઝડપથી ઘટીને 1.12 ટકા થઈ ચૂકી છે. આ સિવાય રિકવરી રેટ વધીને 97.68 ટકા થયેલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, દૈનિક સકારાત્મકતા દર ઘટીને માત્ર 3.19 ટકા પર આવી ગયો છે

બીજી તરફ સાપ્તાહિક હકારાત્મકતા દર પણ માત્ર 3.99 ટકા જ રહ્યો છે. આ રીતે દેશમાં કોરોનાની ત્રીજી લહેર સતત નબળી પડેલી જોઈ શકાય છે.એન કહવું રહ્યું કે કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી આવી રહ્યા છે.