- કોરોનાની સાથે હવે વેસ્ટ નાઈલનું સંકટ
- રશિયાએ આ વાયરસ વિશે આશંકા વ્યક્ત કરી
- મચ્છરોથી ફેલાય છે આ રોગ
કોરોનાવાયરસથી રાહત હજુ મળી નથી કે રશિયા દ્વારા વધારે એક વાયરસને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આશંકામાં વ્યક્ત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મચ્છર પાનખરમાં આ પ્રકારના વાયરસને વહન કરી શકે છે. હળવા તાપમાન અને ભારે વરસાદને કારણે મચ્છરો માટે અનુકૂળ વાતાવરણ રહેશે અને સાથે ભારે વરસાદ, ગરમ અને લાંબી પાનખરને કારણે મચ્છરો સંક્રમણનું મોટું કારણ બની શકે છે.
જાણકારી અનુસાર આ રોગ છે જે ચે તે ચેપી રોગ છે અને તે મચ્છરો દ્વારા ફેલાય છે. તે ક્યુલેક્સ મચ્છરના કરડવાથી પક્ષીઓમાં અને માણસોમાં ફેલાય છે. આને કારણે, મનુષ્યમાં જીવલેણ ન્યુરોલોજીકલ રોગ થાય છે.
આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે વેસ્ટ નાઇલ તાવ ધરાવતા 20 ટકા લોકો વાયરસથી પ્રભાવિત છે. આ વાયરસ ઝીકા, ડેન્ગ્યુ અને યલો ફિવર વાયરસ સાથે સંબંધિત છે.
ડબ્લ્યુએચઓ અનુસાર ડબ્લ્યુએ પ્રથમ વખત 1937માં યુગાન્ડાના વેસ્ટ નાઇલ જિલ્લામાં એક મહિલામાં આ વાયરસ મળી આવ્યો હતો. 1953માં નાઇલ ડેલ્ટા પ્રદેશમાં કાગડા અને કોલમ્બિફોર્મ નામના પક્ષીઓમાં તેની ઓળખ કરવામાં આવી હતી. 1997 પહેલા, WNVને પક્ષીઓ માટે રોગકારક માનવામાં આવતું ન હતું. પરંતુ ઇઝરાયેલમાં, વિવિધ પ્રકારના પક્ષીઓ આ વાયરસના કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાં એન્સેફાલીટીસ અને લકવોના લક્ષણો જોવા મળ્યા હતા. ડબ્લ્યુએચઓ કહે છે કે, મનુષ્યમાં WNV ચેપ 50 વર્ષથી હાજર છે.
જેઓ WNVથી સંક્રમિત છે તેઓ સામાન્ય રીતે હળવા લક્ષણો ધરાવે છે અથવા કોઈ લક્ષણો નથી. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ અને લસિકા ગ્રંથીઓમાં સોજો છે. તે થોડા દિવસોથી કેટલાક અઠવાડિયા સુધી ટકી શકે છે અને તે જાતે જ સરખો થઈ જાય છે.