Site icon Revoi.in

જો વેક્સિનનું ઉત્પાદન વધારવામાં નહીં આવે તો કોરોનાવાયરસની મહામારી વર્ષ 2024 સુધી જશે નહીં: ફ્રાન્સ

Social Share

દિલ્લી:  સમગ્ર વિશ્વમાં ભયંકર પડકાર બની ગયેલી કોરોનાવાયરસની મહામારીને લઈને ફ્રાન્સના વિદેશ મંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ફ્રાંન્સના વિદેશ મંત્રી જીન યવેસ લી – એ જણાવ્યું કે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સિનનું ઉત્પાદન વધારવું જ પડશે. જી-7 દેશોનો પણ ગંભીર ચેતવણી આપતા કહ્યું કે જો વેક્સિનનું ઉત્પાદન વધારવામાં નહી આવે તો આ બીમારી વર્ષ 2024 સુધી જશે નહી .

આગળ ઉમેરતા તેમણે કહ્યું કે કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારીને તેને આફ્રિકાના દેશોને પણ આપવી પડશે. હાલ તે વાત પર ચર્ચા ચાલી રહી છે કે દવાની કંપનીઓના પેટંટ પ્રતિબંધોમાં રાહત આપવામાં આવે, પરંતુ પહેલી પ્રાથમિકતા વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે હોવી જોઈએ.

ફ્રાન્સના વિદેશ મંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમણે અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન સાથે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી એટલી બધી વાત કરી છે જેટલી વાત તેમણે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે 3 વર્ષમાં નથી કરી.

તેઓનું  માનવુ છે કે દુનિયાના ગરીબ દેશોને પણ વેક્સિન મળે તે માટે પ્રયાસ કરવા જરૂરી છે. ફ્રેન્ચ વિદેશ પ્રધાને કહ્યું, “શું આપણે 2024 સુધી માસ્ક પહેરવાની ફરજ, પરીક્ષણ અને ડર સાથે સંઘર્ષ કરીશું”. મને નથી લાગતું કે તે આપણા કે વિશ્વ માટેનો ઉપાય છે. ‘

 

 

Exit mobile version