Site icon Revoi.in

શું ફરી આવી શકે છે કોરોના જેવી વધુ એક મહામારી,દુનિયા પર શું થશે અસર?

Social Share

કોરોના મહામારીની અસર હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે,પરંતુ હજુ પણ તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી.ઘણા દેશોમાં તેની ગતિ ધીમી પડી છે,પરંતુ સંકટ હજુ પણ છે.આ દરમિયાન દુનિયા પર વધુ એક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે.આ કહેવું છે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનું.તેમણે ચેતવણી આપી છે કે કોરોના જેવી બીજી મહામારી દુનિયામાં દસ્તક આપશે.એક ઈન્ટરવ્યુમાં બિલ ગેટ્સે કહ્યું છે કે,કોરોના જેવી વધુ એક મહામારી ભવિષ્યમાં આવી શકે છે.

બિલ ગેટ્સે ઈન્ટરવ્યુમાં કહ્યું કે,ભવિષ્યમાં બીજી મહામારી આવી શકે છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી છે કે,મેડિકલ ટેક્નોલોજીમાં ક્રાંતિની મદદથી વિશ્વ તેની સાથે વધુ સારી રીતે વ્યવહાર કરી શકશે.

માઇક્રોસોફ્ટના સ્થાપકે કહ્યું કે,કોરોનાથી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ હવે ઘટી ગયું છે.આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ વાયરસ સામે લોકોમાં ઈમ્યુનિટી બનાવવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે,કોરોના છેલ્લા બે વર્ષથી આપણી વચ્ચે છે અને તેની ખરાબ અને ગંભીર અસર હવે ઘણી ઓછી થઈ રહી છે.

તેમના મતે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે,વિશ્વની વસ્તીમાં એક સ્તર સુધી રોગપ્રતિકારક શક્તિની રચના થઈ ગઈ છે. ગેટ્સે કહ્યું કે જ્યારે વાયરસ ફેલાય છે, ત્યારે તે પોતાની રોગપ્રતિકારક શક્તિ બનાવે છે.આ આદત વિશ્વભરના લોકોને મહામારીમાંથી બહાર કાઢવામાં રસી કરતાં વધુ અસરકારક સાબિત થઈ છે.

દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટે ચિંતા વધારી છે.કેટલાક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે,BA.2 મૂળ વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાશે.અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે,ઓમિક્રોન સબ-વેરિયન્ટ BA.2 ડેલ્ટા કરતાં વધુ ખતરનાક બની શકે છે.જોકે વૈજ્ઞાનિકોના મતે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.