Site icon Revoi.in

દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO: રિપોર્ટ

Social Share

મુંબઈ: દેશમાં જે રીતે શેર માર્કેટ આગળ વધી રહ્યું છે તેને લઈને હવે લોકો શેરમાર્કેટમાં રૂપિયા વધારે રોકલા લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં શેર્સમાં રોકાણ કરનાર વર્ગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકો શેરમાર્કેટને અત્યારે પોતાની એક્સ્ટ્રા ઈન્કમ તરીકે પણ જોઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં રોકાણ પણ કરી રહ્યા છે.

આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે કંપની આઈપીઓની સાઈઝ લગભગ 50 કરોડ ડોલર જેટલી રાખી શકે છે. આ રિપોર્ટ મુજબ બ્લેકસ્ટોન પોતાના એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)ને ભારતીય શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારીમાં છે.

પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન ઈંક (Blackstone Inc.) જે દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની છે તે પોતાના ભારતીય શોપિંગ મોલ પોર્ટફોલિયોની ઈનીશિયલ પબ્લિક ઓફર(BlackStone inc. IPO) લાવવા માટે આગામી મહિને ડ્રાફ્ટ જમા કરી શકે છે.

બ્લેકસ્ટોક હાલ આઈપીઓ લાવવા માટે એડવાઈઝર્સની પસંદગીની કાર્યવાહી કરી રહી છે. બ્લેકસ્ટોનના ભારતીય રિટેલ પોર્ટફોલિયોની વેલ્યુ લગભગ 2.5 અબજ ડોલર જેટલી છે. કંપનીએ પોતાના નેક્સેસ મોલ યુનિટ મારફત આ ભાગીદારી ખરીદેલી છે.

રિપોર્ટ મુજબ REITનું લિસ્ટિંગ વર્ષ 2023ના શરુઆતી મહિનાઓમાં જોવા મળી શકે છે. જોકે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈપીઓ લાવવાની તૈયારીઓ હાલ પ્રાથમિક ચરણમાં છે અને આગામી દિવસોમાં તેમાં ફેરફાર પણ જોવા મળી શકે છે.

Exit mobile version