Site icon Revoi.in

હવે બૂસ્ટર ડોઝ તરીકે કોવોવેક્સ વેક્સિન પણ લઈ શકાશે – માર્કેટમાં ઉલપ્બધ કરાવવા માટે DCGI એ આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ- કોરોના મહામારી દરમિયાને કોરોના વિરોધી વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે વેક્સિનના 2 ડોઝ બાદ સરકારે પ્રિકોશન ડોઝ તરીકે ત્રીજો ડોઝ લસેવાની જાહેરાત કરી હતી જેને બૂસ્ટર ડોઝ તરીકે ગણાવાયો હતો ત્યારે હવે બૂસ્ટર ડોઝ તરીકે કરોવોવેસ્ક વેક્સિનને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માટે મંજૂરી મળી ચૂકી છે એટલે કે બૂસ્ટર ડોઝ તરીકે હવે કોવોવેક્સિ વેક્સિન પણ લઈ શકાશે.

ડ્રગ કંટ્રોલર જનરલ એ કોરોના વિરોધી વેક્સિન કોવોવેક્સને પુખ્ત વયના લોકો માટે હેટરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે માર્કેટિંગ કરવા માટે મંજૂરી આપી છે, જે રસી પુખ્ત વયના લોકોને આપી શકાય છે જે લોકોએ પહેલા બે ડોઝ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના લીધા હોય તેઓને પણ આ કોવોવેક્સ બૂસ્ટર ડોઝ તરીકે આપીશકાશે.

DCGI ની મંજૂરી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની વિષય નિષ્ણાત સમિતિની ભલામણ પછી આવે છે. સીડીએસસીઓની વિષય નિષ્ણાત સમિતિએ બુધવારે આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા પુખ્ત વયના લોકો માટે વિરોધાભાસી બૂસ્ટર ડોઝ તરીકે કોવેક્સ લોન્ચ કરવાની ભલામણ કરી હતી. DCGI એ 28 ડિસેમ્બર 2021 ના ​​રોજ પુખ્ત વયના લોકો માટે કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે આ વેક્સિનને પરવાનગી આપી હતી.