Site icon Revoi.in

ભોજનનો સ્વાદ વધારશે ક્રીમી દહીં ડુંગળીની ટેસ્ટી ચટણી, જાણો રેસીપી

Social Share

રેસીપી, 06 મે 2026: દહીં ડુંગળીની ચટણી (Dahi Onion Chutney) એ કાઠિયાવાડી અને ગુજરાતી થાળીનું એક અભિન્ન અંગ છે. તે સ્વાદમાં ચટાકેદાર, બનાવવામાં અત્યંત સરળ અને પાચનમાં હળવી હોય છે. ખાસ કરીને ઉનાળામાં જ્યારે કંઈક ઠંડુ અને ટેસ્ટી ખાવાનું મન થાય, ત્યારે આ ચટણી બેસ્ટ ઓપ્શન છે.

અસહ્ય ગરમીમાં શાક બનાવવાની ઈચ્છા ન થાય તો ખીચડી કે પરાઠા સાથે ખવાતી કાઠિયાવાડી સ્ટાઇલમાં દહીં ડુંગળીની ચટણી (Dahi Onion Chutney) તમે બનાવી શકો છો, જે ભોજનનો સ્વાદ વધારે છે.

ક્રીમી દહીં ડુંગળીની ચટણી રેસીપી

સામગ્રી

1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 કપ તાજી દહીં
1 લીલું મરચું (ઝીણું સમારેલું)
½ ટીસ્પૂન શેકેલા જીરા પાવડર
સ્વાદ પ્રમાણે મીઠું
થોડી કોથમીર

ક્રીમી દહીં ડુંગળીની ચટણી બનાવાની રીત

સૌ પ્રથમ સ્મૂધ ટેક્સચર માટે.એક બાઉલમાં 1 કપ તાજું દહીં લો. તેને ચમચી કે વલોણીથી બરાબર ફેંટી લો જેથી તેમાં કોઈ ગાંગડા ના રહે અને ચટણી એકદમ ક્રીમી બને.

ક્રંચ માટે.ફેંટેલા દહીંમાં 1 મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી અને 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરો. જો તમને તીખાશ ઓછી ગમતી હોય તો મરચાંના બી કાઢી શકાય.

સ્વાદ વધારવા માટે.હવે તેમાં ½ ચમચી શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. શેકેલા જીરાની સુગંધ આ ચટણીનો સ્વાદ બમણો કરી દેશે.

ફાઇનલ ટચ માટે છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. આ ચટણીને તમે પરાઠા, થેપલા, ખીચડી કે ગરમાગરમ રોટલા સાથે સર્વ કરી શકો છો.

Exit mobile version