Site icon Revoi.in

ક્રિકેટઃ કપિલ દેવે આજના ખેલાડીઓની ફિટનેશને લઈને વ્યક્ત કરી ચિંતા

Social Share

દિલ્હીઃ ભારતને પ્રથમ વિશ્વ કપ જીતાડનારા કપ્તાન કપિલ દેવએ આજના બોલરોની ફિટનેસને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મને એ જોઈને અફસોસ થાય છે કે બોલરો માત્ર ચાર ઓવરનો સ્પેલ નાખીને થાકી જાય છે. તેમણે પોતાના સમયના બોલરોનું ઉદાહરણ આપી કહ્યું કે, તે સમયે એક ખેલાડીને બોલીંગની સાથે બેટીંગ પણ કરવી પડતી હતી. જો કે, મોર્ડન ક્રિકેટમાં ઘણુ બધુ સરળ છે અને દરેકને તેમનો એક રોલ આપી દેવામાં આવ્યો છે.

જાણીતા ન્યૂઝ ગ્રુપ સાથે વાતચીતમાં કપિલ દેવે કહ્યું કે, મને લાગે છે કે જ્યારે આપ સતત એક વર્ષમાં 10 મહિના ક્રિકેટ રમો છો તો આપને ઈજા થવાની શકયતાઓ વધી જાય છે. આજનું ક્રિકેટ બેઝિક છે બેસ્ટમેન માત્ર બેટીંગ કરવા ઈચ્છે છે અને બોલર બોલીંગ કરવા. અમારા સમયમાં અમારે બંને કરવાનું રહેતું. આજે ક્રિકેટ બદલાઈ ગઈ છે. ક્યારેક ક્યારેક મને દુઃખ થાય છે કે,ખેલાડી ચાર ઓવર ફેંકીને થાકી જાય છે તેમજ મે સાંભળ્યું છે કે, તેમને 4થી 3 ઓવરથી વધારે બોલીંગની અનુમતિ નથી.

તેમણે આજના ક્રિકેટને પોતાના સમય સાથે સરખાવતા કહ્યું કે, મને અમારો સમય યાદ છે. હું નથી કહેતો કે આ ખોટુ છે કે સાચુ. એટલું જ નહીં પરંતુ તે વખતે છેલ્લા ઓવરો ખેલાડી પણને બેટીંગ કરતા આવડતી હતી તેમજ તેની પાસે પણ ઓછામાં ઓછી 10 ઓવર નખાવામાં આવતી હતી.  જો કે, આજના સમયમાં ચાર ઓવરની વાત મને અજીબ લાગે છે.