Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો

Social Share

ક્રિકેટ ફેંસ માટે એક મોટો સમાચાર આવ્યા છે. 2022 માં બર્મિંધમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે યોગ્યતા માટેની પ્રક્રિયાની જાહેરાત કરી છે. 2022 માં મહિલાઓની આઠ ટીમો કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે

કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડમાં યોજાશે. એવામાં ઇંગ્લેન્ડની ટીમે હોસ્ટ ટીમ તરીકે સીધી ક્વોલિફાય કરી છે. આ રીતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારી તે પ્રથમ ટીમ બની છે. આઈસીસી મહિલા ટી 20 ટીમ રેન્કિંગ અન્ય સ્થાનો પર જોવા મળશે,જે 1 એપ્રિલ 2021 થી અમલમાં આવશે.

કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફાયર ફક્ત એક જ સ્થાને યોજવામાં આવશે. તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 હશે. મહિલા ક્રિકેટ ટીમો પ્રથમ વખત બર્મિંધમમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં રમશે,જેમાં કુલ આઠ દેશો સામેલ થશે. તમામ મેચ ઇંગ્લેન્ડના એજબેસ્ટનમાં રમાશે. અગાઉ 1998 માં પુરુષ ટીમોએ પ્રથમ વખત કાલાલંપુરમાં ભાગ લીધો હતો.

દેવાંશી-