SPORTSગુજરાતી

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો

  • ક્રિકેટરસિયાઓ માટે એક મોટી ખુશખબરી
  • કોમનવેલ્થ ગેમ્સ 2022 માં થઇ ક્રિકેટની એન્ટ્રી
  • બર્મિંધમમાં યોજાનારી કોમનવેલ્થમાં ક્રિકેટનો સમાવેશ
  • મહિલાઓની આઠ ટીમો કોમનવેલ્થ ગેમ્સમાં લેશે ભાગ
  • મહિલા ક્રિકેટ ટીમો પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં રમશે

ક્રિકેટ ફેંસ માટે એક મોટો સમાચાર આવ્યા છે. 2022 માં બર્મિંધમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે યોગ્યતા માટેની પ્રક્રિયાની જાહેરાત કરી છે. 2022 માં મહિલાઓની આઠ ટીમો કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે

કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડમાં યોજાશે. એવામાં ઇંગ્લેન્ડની ટીમે હોસ્ટ ટીમ તરીકે સીધી ક્વોલિફાય કરી છે. આ રીતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારી તે પ્રથમ ટીમ બની છે. આઈસીસી મહિલા ટી 20 ટીમ રેન્કિંગ અન્ય સ્થાનો પર જોવા મળશે,જે 1 એપ્રિલ 2021 થી અમલમાં આવશે.

કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફાયર ફક્ત એક જ સ્થાને યોજવામાં આવશે. તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 હશે. મહિલા ક્રિકેટ ટીમો પ્રથમ વખત બર્મિંધમમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં રમશે,જેમાં કુલ આઠ દેશો સામેલ થશે. તમામ મેચ ઇંગ્લેન્ડના એજબેસ્ટનમાં રમાશે. અગાઉ 1998 માં પુરુષ ટીમોએ પ્રથમ વખત કાલાલંપુરમાં ભાગ લીધો હતો.

દેવાંશી-

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply