1. Home
  2. ગુજરાતી
  3. એપીએસઈઝેડને કોર્પોરેટ સામાજીક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો
એપીએસઈઝેડને કોર્પોરેટ સામાજીક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો

એપીએસઈઝેડને કોર્પોરેટ સામાજીક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો

0
  • ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના દ્વિતિય નેશનલ વોટર એવોર્ડઝમાં એપીએસઈઝેડને બેસ્ટ ઈન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટીવિટી કેટેગરીમાં દ્વિતિય પારિતોષક એનાયત થયું
  • આ પ્રતિષ્ઠીત એવોર્ડમા જળ સંરક્ષણ અને કચ્છમાં મુંદ્રા ખાતે હાથ ધરાયેલા નોંધપાત્ર પ્રયાસોનું બહુમાન કરાયું છે
  • અદાણી ફાઉન્ડેશન તળાવો ઊંડા કરવાનું, ચેક-ડેમ્સના નિર્માણનું, રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટીગં અને બોરવેલ રિચાર્જ સહિત આ વિસ્તારમાં અનેક પ્રવૃત્તિઓ હાથ ધરે છે

અમદાવાદ, તા.19 નવેમ્બર, 2020: દ્વિતિય નેશનલ વોટર એવોર્ડઝના એક વર્ચ્યુઅલ સમારંભમાં અદાણી પોર્ટેસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) લિમિટેડ, મુંદ્રા, કચ્છને બેસ્ટ ઈન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટીવિટી કેટેગરીમાં દ્વિતિય પારિતોષક એનાયત થયું છે. આ એવોર્ડ ભારત સરકારના જલ શક્તિ અને સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના રાજ્યકક્ષાના માનનિય પ્રધાન શ્રી રતનલાલ કટારિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડથી વિવિધ સીએસઆર પ્રવૃત્તિઓના ભાગરૂપે એપીએસઈઝેડ મારફતે હાથ ધરાયેલી જળ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓનું બહુમાન કરાયું છે.

આ પ્રસંગે વાત કરતાં એપીએસઈઝેડ, મુંદ્રા, કચ્છના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે જણાવ્યું હતું કે “આ એવોર્ડ પ્રાપ્ત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ, કારણ કે તે અમારી જળ સંરક્ષણ પ્રત્યેની કટિબધ્ધતા અને સમર્પણ ભાવનું ઉદાહરણ પૂરૂં પાડે છે.” ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના વોટર રિસોર્સીસ, રિવર ડેવલપમેન્ટ અને ગંગા રિજુવેનેશન વિભાગ તરફથી આ એવોર્ડ એનાયત કરવામા આવે છે.

એપીએસઈઝેડની કોર્પોરેટ, સામાજીક પ્રવૃત્તિઓનું અમલીકરણ અદાણી ફાઉન્ડેશન કરે છે. પાણીની તંગી અને દુષ્કાળની સંભાવના ધરાવતા ગુજરાતના કચ્છ જીલ્લામાં લોકો ભૂગર્ભના પાણી અને પાઈપથી અપાતા પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. આ પાણી ટીડીએસ (લીટર દીઠ 3500 થી 5,000નું પ્રમાણ ઘટાડીને 2400 થી 3900 મિ.ગ્રા. કરાયું છે) નું ઉંચુ પ્રમાણ ધરાવે છે, જેના કારણે આ વિસ્તારના નિવાસીઓને હાડકાં અને કિડનીના રોગો થાય છે. આ સમસ્યા હલ કરવા માટે આજ સુધીમાં 18 ચેક-ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે 637 હેક્ટર વિસ્તારમાં 17.82 એમસીએફટી પાણી પૂરવઠો સુનિશ્ચિત થયો છે. આ ઉપરાંત 44 તળાવ ઊંડા કરવામાં આવ્યા હોવાના કારણે 320 એકર વિસ્તારમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારીને 23.67 એમસીએફટી કરાઈ છે. 10,000 લીટર પાણીના સ્ટોરેજ ટેન્કની સંગ્રહ ક્ષમતા ધરાવતા 54 આવાસોને રેઈન વોટર હાર્વેસ્ટીંગ માટે સજ્જ કરાયા છે. 75 બોર કૂવા અને 31 એબન્ડન્ટ કૂવા રિચાર્જ કરાયા છે. 800થી વધુ ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને ખેતીની 1958 હેક્ટર જમીનમાં ટપક સિંચાઈ અમલી બનાવી રહ્યા છે.

એકંદરે અદાણી ફાઉન્ડેશનની પહેલથી 350 તળાવ ઊંડા કરાયા છે અને 20 ચેક-ડેમનું નિર્માણ કરાયુ હોવાના કારણે જળ સંગ્રહની ક્ષમતા 78.17.468 CUM થઈ છે. જળ સંચયની સાથે સાથે ફાઉન્ડેશન વપરાશકારોને ટપક સિંચાઈ માટે પ્રોત્સાહિત કરી બાગાયતી પ્રવૃત્તિઓના વિસ્તાર માટે સહાય કરી રહી છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડએલ) એ ભારતનુ સૌથી મોટું કોમર્શિય પોર્ટસ ઓપરેટર છે અને આશરે ભારતની કાર્ગો મૂવમેન્ટનો એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. તે સાબરકાંઠાના 6 રાજ્યો, ગુજરાત, ગોવા, કેરાલા, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં 10 ડોમેસ્ટીક  પોર્ટસ મારફતે ખૂબ જ રાષ્ટ્ર વ્યાપી હાજરી ધરાવે છે. રાષ્ટ્ર વ્યાપી હાજરી અને દૂર દૂરના વિસ્તારો સુધી કનેક્ટીવિટી ધરાવે છે. આ પોર્ટસ સુવિધાઓ અત્યંત આધુનિક કાર્ગો હેન્ડલીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જે તેના વર્ગમાં તો ઉત્તમ ગણાય છે, પણ સાથે સાથે ભારતના સાગરકાંઠે સૌથી મોટા જહાજોનો કાર્ગો હેન્ડલ કરવા માટે સજ્જ છે. અમારા પોર્ટસ ભિન્ન પ્રકારનો કાર્ગો હેન્ડલ કરે છે, જેમાં ડ્રાય કાર્ગો,  લીક્વિડ કાર્ગો અને ક્રૂડથી માંડીને કેન્ટેનર્સનો સમાવેશ થાય છે.

અદાણી ગ્રુપ એ 39 અબજ યુએસ ડોલરનો પોર્ટફોલિયો ધરાવતું વિવિધ કામગીરીઓ સાથે સંકળાયેલું જૂથ છે, જેનું વડુ મથક અમદાવાદમાં આવેલું છે. 1988માં સ્થપાયેલ અદાણી ગ્રુપ રિસોર્સિસ, લોજીસ્ટીક્સ, એનર્જી અને એગ્રો જેવા મહત્વની ઈન્ડસ્ટ્રી વર્ટિકલ્સમાં વૃધ્ધિ પામીને ગ્લોબલ ઈન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર બન્યું છે. તેનું સુસંકલિત મોડેલ ઉભરતા અર્થતંત્રોના માળખાગત પડકારોનો સામનો કરવા માટ સુસજ્જ છે.

અદાણી ફાઉન્ડેશન અંગેઃ

1996માં સ્થપાયેલું અદાણી  ફાઉન્ડેશન હાલમાં 18 રાજ્યોમાં તેની કામગીરીનો વિસ્તાર ધરાવે છે, જેની હેઠળ ઈનોવેશન, લોકોની સહભાગીદારી અને સહયોગને સાકાર કરતો અભિગમ ધરાવતી પ્રોફેશનલ્સની ટીમ દેશના 2315 ગામ અને નગરોમાં કામગીરી કરી રહી છે.

3.4 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતી અને સામાજીક મૂડીના સર્જન માટે ધીરજપૂર્વક કામ કરીને મહત્વના 4 ક્ષેત્રોને આવરી લેવાયા છે, જેમાં શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સાતત્યપૂર્ણ આજીવિકા વિકાસ અને માળખાગત સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે. અદાણી ફાઉન્ડેશન સમાવેશી અને સાતત્યપૂર્ણ વિકાસ  માટે ગ્રામ્ય અને શહેરી સમુદાયોમાં કાર્યરત રહી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT