Site icon Revoi.in

ક્રિકેટર બાબર આઝમનું ખરાબ અંગ્રેજી કોચિંગ સ્ટાફ સાથેના તેના સંપર્કમાં અવરોધ ઉભો કર છેઃ હર્ષલ ગિબ્સ

Social Share

પાકિસ્તાની ક્રિકેટરોની અંગ્રેજીની મજાક અવાર-નવાર ઉડાવવામાં આવે છે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની ખેલાડીઓની અંગ્રેજી બહુ સારી નથી. જોકે, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન હર્ષલ ગિબ્સે બાબર આઝમની અંગ્રેજી પર પ્રતિક્રિયા આપી છે. હર્ષલ ગિબ્સ માને છે કે, બાબર આઝમ પોતાની નબળી અંગ્રેજીને કારણે પોતાને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે બાબર આઝમનું ખરાબ અંગ્રેજી કોચિંગ સ્ટાફ સાથેના તેમના સંપર્કમાં અવરોધ ઉભો કરે છે. હર્ષલ ગિબ્સ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, બાબર આઝમને ભાષાની સમસ્યા છે, કારણ કે તેનું અંગ્રેજી બહુ સારું નથી, તેથી તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ખરેખર, હર્ષલ ગિબ્સે કરાચી કિંગ્સ સાથે કામ કર્યું છે. તે સમયે બાબર આઝમ કરાચી કિંગ્સનો ભાગ હતો. હર્શેલ ગિબ્સે કહ્યું કે મેં બાબર આઝમ સાથે પહેલી વાર કામ કર્યું, પરંતુ આજ સુધી મેં જોયું છે કે તેની રમવાની રીતમાં બહુ ફેરફાર થયો નથી. બાબર આઝમ પોતાની જૂની શૈલીમાં રમી રહ્યો છે. જોકે, હર્ષિલ ગિબ્સની પોસ્ટ પછી, સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો પૂર આવી ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત ટિપ્પણીઓ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હાલ બાબર આઝમ સતત ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. બાબર આઝમ પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ ત્રિકોણીય શ્રેણીમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે બાબર આઝમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેવું પ્રદર્શન કરે છે? પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને આશા છે કે બાબર આઝમ ટૂંક સમયમાં ફોર્મમાં પાછો ફરશે.

Exit mobile version