Site icon Revoi.in

કાકડી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક – ચહેરાથી લઈને આરોગ્યને બનાવે છે સુંદર

Social Share

શાકભાજી શરીર અને આરોગ્ય માટે ફાયદા કારક તો છે જ , તેમાં પણ સલાડ તો શરીરને હેલ્ધી રાખવામાં ખૂબ મદદ કરે છે, જેમાં  કોબીઝ હોય,બીટ હોય ,ગાજર હોય કે પછી કાકડી. દરેક સલાડના પોતાના જુદા જુદા ગુણઘર્મો હોય છે.

કાકડી એવું સલાડ છે કે જેને ખાવાની સાથે સાથે ચહેરાને સુંદર બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જ્યારે ગરમી હોય ત્યારે કાકડીનો રસ શરીરમાં ઠંડી પેદા કરે છે અને શરીરને ઠંડૂ રાખવામાં મદદ કરે છે.

કાકડી ડિટોક્સીફિકેશનની અંદર પણ મદદ કરે છે અને બધા જ ટોક્સિક ને બહાર કાઢવાનું કામ કરે છે. કાકડીમાં રહેલા ગુણધર્મો આરોગ્યને તંદુરસ્ત બનાવે છે.

કડીમાં પોટેશ્યમ એ ઇલેક્ટ્રોલાઇટ છે જે કિડની દ્વારા જાળવવામાં આવેલ સોડિયમની માત્રાને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ કરે છે. સોડિયમમાં ઊંચી આહાર ઊંચા બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે, તેથી કાકડીનું પાણી પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

આંખો પર જ્યારે ઉજાગરા કરીને કાળા કૂંડાળા પડી ગયા હોય ત્યારે ત્યા કાકડીની સ્લાઈસ મૂકીને 10 થી 15 મિનિટ રહેવા દેવાથી આરામ મળે છે અને સાથે સાથે કાળા કૂંડાળા પણ દૂર થાય છે.

કાકડી ની અંદર ઘણા બધા મેન્ટેનન્સ વિટામિન્સ ફાઈટર જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં સમાયેલા છે જે આપણા શરીરને ખૂબ જ મદદરૂપ થાય છે.

કાકડી એ વિટામિન સી, મેંગેનીઝ, વિટામિન એ, મોલિબેડનમ, અને કેટલાક એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.

કાકડી ના પાણીમાં કેલેરી ઓછી અને ફાઈબર વધુ હોય છે.જે વજન ઉતારવામાં મદદ કરે છે,કાકડીનો ઉપયોગ ખાસ કરીને તમારા ડાયટમાં કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.

સાહિન-