Site icon Revoi.in

પૂણેમાં એક અઠવાડિયા સુધી રાત્રીના 6થી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ કરાયું

Social Share

મુંબઈ – દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે જેને લઈને જુદા જુદા રાજ્યની સરકાર એક્શનમાં આવી છે, ત્યારે મહારાષ્ટ્રનો પૂણે  વિસ્તાર સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત જોવા મળે છે. કોરોનાના કેસ અહી વધી ચૂક્યા છે. ત્યારે આ સ્થિતિને ગંભીરતાથી લેતા વહીવટતંત્રએ એક અઠવાડિયા માટે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

વિતેલા દિવસને શુક્રવારે વહીવટીતંત્રે એક અઠવાડિયા માટે દરરોજ 12 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી છે. આ આદેશ આવતીકાલે એટલે કે શનિવારે સવારે 6 વાગ્યાથી આ આદેશ અમલમાં મૂકવામાં આવશે. આવતા શુક્રવારે ફરીથી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશને ફેરબદલ કરવા પર વિચાર કરવામાં આવશે.

પુણેના વિભાગીય કમિશનરે શુક્રવારે બપોરે આ મામલે જણાવ્યું હતું કે, હોટલ-બાર, શોપિંગ મોલ, મૂવી થિયેટરો અને ધાર્મિક સ્થળો આવનારા સાત દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ફૂડ, દવાઓ અને અન્ય આવશ્યક સેવાઓની હોમ ડિલિવરીને મંજૂરી આપવામાં આવશે.

તાજેતરમાં પુણે દેશના કોરોનાના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી એક છે. ગુરુવારે મોડી રાત સુધી જિલ્લામાં 8 હજાર 11 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણના કુલ કેસ લગભગ 5.5 લાખ સુધી પહોંચી ગયા છે. ત્યારે હવે સ્થિતિને કાબૂમાં લેવા વહીવટતંત્ર દ્રારા એક અઠવાડિયાના 12 કલાકનું કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે.

સાહિન-