Site icon Revoi.in

રાજધાનીમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસનો વર્તાતો કહેર – આરોગ્ય વિભાગે ચેતવણી જાહેર કરી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે દેશના કેટલાક રાજ્યોમાં આંખોનો ફ્લૂ, ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોજ જેવા કેસો વધતા જઈ રહ્યા છએ જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે ત્યારે આજરોજ ગુરુવારે આરોગ્ય વિભાગ દ્રારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય વિભઙાગ દ્રારા કહેવામાં આવ્યું છે કે ચોમાસાની ઋતુમાં આવા ઘણા બેક્ટેરિયા સક્રિય હોય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ સરળતાથી અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, આસપાસ સ્વચ્છતાની સાથે, તમારા ખોરાકને ખૂબ સંયમિત રાખવાની જરૂર છે. હાલમાં, વ્યક્તિએ ખાસ બહાર રાખેલો ખોરાક ન ખાવો જોઈએ, જો વિસ્તારમાં શુદ્ધ પાણીનો પુરવઠો ન હોય તો માત્ર ઉકાળેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ચેપી રોગોને લઈને આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.  ફરી એકવાર રાજધાની પર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. યમુનાનું જળસ્તર વધ્યા બાદ અને પાણી ભરાયા બાદ દિલ્હીમાં ટાઈફોઈડના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાના અહેવાલો છે.

આરોગ્ય નિષ્ણાતો પણ દરેક દર્દીને તેમના આહારથી લઈને સ્વચ્છતા અને મચ્છરોથી બચાવવા માટે દરેક જરૂરી સલાહ આપી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં લોકોએ ડેન્ગ્યુ મેલેરિયા તેમજ ટાઈફોઈડથી સાવચેત રહેવાની જરૂર છે. અંદાજ મુજબ આ સમયે 20 થી 25 ટકા ટાઈફોઈડના દર્દીઓ આવી રહ્યા છે.

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ અસર આ રોગોની યુવાનો અને બાળકો પર જોવા મળી રહી છે. ડોકટરોની વાત માનીએ તો તેમની સલાહ છે કે ડેન્ગ્યુ-મેલેરિયાની સાથે સાથે ટાઈફોઈડ અંગે પણ સાવધાની રાખવાની જરૂર છે.

 દિલ્હીની પ્રખ્યાત મણિપાલ હોસ્પિટલના નિવેદન પ્રમાણે મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ આ સમયે સૌથી વધુ ટાઈફોઈડના દર્દીઓ આવી રહ્યા છે. બાળકો અને યુવાનોમાં તેમની સંખ્યા વધુ જોવા મળી રહી છે. દૂષિત પાણી અને બહારના ખોરાકને કારણે લોકો સરળતાથી ટાઈફોઈડનો શિકાર બની રહ્યા છે.