Site icon Revoi.in

આગામી 6 કલાકમાં જોખમી બનશે ચક્રવાત બીપરજોય – હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી ચક્રવાત બીપરજોયને લઈને ચેતવણ ીઆપવામાં આવી રહી છએ ત્યારે હવે હવામાન વિભાગે આગામી 6 કલાક માટે આ વાધોડાને લઈને ચેતવણી આપી છએઆગામી 6 કલાકમાં આ વાવાઝોડુ ભયકંર રુપ ઘારણ કરી શકે છે જેને પગલે માછીમારોને દરિયામાં ન જનાવી પણ સૂચનાઓ અપાઈ છે તો કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપોરજોય હાલમાં મુંબઈથી 600 કિમી, પોરબંદરથી 530 કિમી અને કરાચીથી 830 કિમી દૂર કેન્દ્રીત છે. ચક્રવાત અહીંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને પછી 15 જૂન સુધીમાં પાકિસ્તાન, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાં પહોંચશે. આગામી દિવસોમાં રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે 15 જૂન સુધીમાં આ ચક્રવાત પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. ચક્રવાત ‘બિપરજોય’ના કારણે આગામી સપ્તાહે રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ 14-15 જૂનના રોજ રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

ચક્રવાત બિપરજોય આગામી છ કલાકમાં અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગે આજરોજ જણાવ્યું હતું કે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને ત્યારબાદ ગુરુવાર સુધીમાં પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છના આસપાસના વિસ્તારોમાં પહોંચશે. જેના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા સહિત ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ ચક્રવાતના જોખમને જોતા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોને શનિવારે એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા કારણ કે હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે ‘બિપરજોય’ આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વધુ તીવ્ર બનશે. અરબી સમુદ્ર કિનારે આવેલા વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળતા 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.આ સાથે જ ગુજરાતના અનેક દરિયાકાઠાઓ બંધ કરાયા છે.તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.