Site icon Revoi.in

ચક્રવાત મિચોંગ આજે આંધ્રપ્રદેશના દરિયા કાંઠે ત્રાટકશે ,મિચોંગનો ચેન્નાઈમાં પણ જોવા મળ્યો કહેર

Social Share

દિલ્હી- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત મિચોંગનો કહેર વર્તાઇ  રહ્યો છે તાલીલનાડુ ની રાજધાની ચેન્નાઈમાં બે દિવસથી ભારે વરસાદને કારણે જાણજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તો સાથેજ અત્યાર સુધી 8 લોકોના મોત પણ થાય છે ત્યારે હવે આજ રોજ મંગળવારે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયા કાંઠે ત્રાટકવાનું છે,

ચક્રવાત મિચોંગનો જે બંગાળની ખાડીમાંથી ઉદ્દભવ્યું છે, તે તીવ્ર ચક્રવાતી તોફાન બન્યા પછી આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિચોંગ આજે બપોર બાદ ગમે ત્યારે આંધ્રપ્રદેશના બાપટલા સાથે ત્રાટકી શકે છે.
આ ચક્રવાતની અસર દક્ષિણ અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળી ચૂકી છે. ખાસ કરીને તમિલનાડુ અને પુડુચેરી ચક્રવાતને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં ભારે વરસાદ પછી, વિવિધ કારણોસર આઠ લોકોના મોત થયા છે, જ્યારે ઘણી સંપત્તિને પણ નુકસાન થયું છે.બીજી તરફ ઓડિશની વાત કરીએ તોઓડિશામાં ચક્રવાતી તોફાન મિચોંગની અસરને ધ્યાનમાં રાખીને, ગજપતિ જિલ્લાના કલેક્ટરે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને 6 ડિસેમ્બર 2023 ના રોજ તમામ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, ઉચ્ચ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા સૂચનાઓ જારી કરી છે.
ચેન્નાઈ ની વાત કરીએ તો પાણીનો ભરાવો એટલો ગંભીર બની ગયો છે કે એરપોર્ટથી લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યાં છ લોકોના મોત પણ થયા છે. આજે બપોરે 12 વાગ્યા પહેલા ચક્રવાતી તોફાન મિચોંગ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે અથડાશે, જ્યારે તેની ઝડપ 110 KMPH રહેવાની ધારણા છે. હાલમાં તે 11KMPH ની ઝડપે આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગની જાણકારી અનુસાર  વાવાઝોડાની અસર ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીમાં થશે. હવામાન વિભાગે વિવિધ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. મિચોંગ ચક્રવાતની સૌથી વધુ અસર તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં જોવા મળી હતી.  આ સાથે જ કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં NDRF ટીમો તૈનાત કરી છે. NDRFની 24 ટીમો તૈનાત કરવામાં આવી છે અને 10 ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આંધ્રપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.