Site icon Revoi.in

Cyclone Mocha ને હવામાન વિભાગે પશ્વિમ બંગાળમાં એલર્ટ આપ્યું, આ બે દેશો પર મંડળાઈ રહ્યો છે ખતરો

Social Share

દિલ્હીઃ- આ વર્ષનું પ્રથમ વાવાઝોડુ મોચા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષ્ય છે, આ વાવધોડુ હવે ખતરનાક બની રહ્યું છે જેને લઈને પશ્વિમબંગાળમાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.પશ્ચિમ બંગાળમાં મોચા ચક્રવાત માટે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

આ સાથે જ બે દેશો પર આ ચક્રવાતનો વધુ ખતરો જોવા મળી રહ્યો છે,બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાતી તોફાન મોચાને લઈને પશ્ચિમ બંગાળ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન “મોચા” રવિવારની બપોરના સુમારે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના ક્યુકપ્યુ વચ્ચેના સિત્તવે વિસ્તારને પાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આ ચોમાસાની મોસમનું આ મ્યાનમારનું પ્રથમ ચક્રવાત છે.

આ સાથે જ આ ચક્રવાતને લઈને સ્થાનિક લોકોની સુરક્ષા માટે દક્ષિણ 24 પરગણાના બકખલી બીચ પર નાગરિક સંરક્ષણ ટીમો તૈનાત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે નાગરિક સંરક્ષણની ટીમ સતત લોકોને એલર્ટ કરી રહી છે અને પ્રવાસીઓને સમુદ્રની નજીક જતા અટકાવી રહી છે.

આ સહીત જણાવાયું છે કે પશ્વિમ બંગાળમાં હાલ સ્થિતિ સારી નથી પ્રવાસીઓને સાવચેત રહેવા અને બીચ પર આવવાનું ટાળવા માટે સતત જાગૃત કરાઈ રહ્યા છે. અગાઉ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ પશ્ચિમ બંગાળના દિઘામાં 8 ટીમો અને 200 બચાવ કર્મચારીઓને તૈનાત કર્યા છે, જ્યારે ચક્રવાત ‘મોચા’ ગંભીર તોફાનમાં ફેરવાઈ જવાની ચેતવણીને પગલે 100 કર્મચારીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.