Site icon Revoi.in

ઓડિશા અને આંઘ્રપ્રદેશના દરિયા કિનારે આજે ‘ગુલાબ’ ચક્રવાતનું જોખમ – કેટલાક વિસ્તારો થશે પ્રભાવિત

Social Share

 

દિલ્હીઃ- આજ રોજ ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે  ‘ગુલાબ’ વાવાઝોડું પસાર થવાનું છે જેને લઈને બચાવ અને રાહત કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ વધુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઉત્તર તટીય આંધ્ર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીના ઉત્તર અને મધ્ય ભાગોમાં ઊંડું ડિપ્રેશન 14 કિ્મીની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. શનિવારે સવારે 8.30 વાગ્યે ડીપ ડિપ્રેશન ગોપાલપુરથી 510 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વ અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમથી 590 કિમી પૂર્વમાં સ્થિત હતું. આઇએમડીએ જણાવ્યું હતું કે, 26 સપ્ટેમ્બર સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે આગળ વધવાની સંભાવના છે.

આજ રોજ અહીથી પસાર થનાર ગુલાબ વાવાઝોડાને પગલે લોકોમાં ભયની સ્થિતિ સર્જાય છે જેને લઈને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. તે જ સમયે, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ટાસ્ક ફોર્સની 42 ટીમો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 24 ટીમોએ ગજપતિ, ગંજમ, રાયગઢ, કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર, કંધમાલના સાત જિલ્લાઓમાં અગ્નિશામકો પણ મોકલવામાં આવ્યા છે.તંત્ર આ વાવાઝોડાને લઈને સતર્ક બન્યું છે.

વિતેલા દિવસને શનિવારે સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની યોજના છે. એનડીઆરએફની બે ટીમો શ્રીકાકુલમમાં તૈનાત કરવામાં આવી છે જ્યાં ચક્રવાતની વધુ અસર થવાની સંભાવના છે.

આંઘ્રપ્રદેશ અને ઓડિશાના રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ જિલ્લાઓના માછીમારોને 27 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાનું કહેવામાં આવ્યું છે.આ સાથે જ ઓડિશાનું ગંજમ ચક્રવાતી તોફાનથી ગંભીર રીતે પ્રભાવિત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને આ વિસ્તારમાં 15 બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ફાયર બ્રિગેડની 11 ટીમો, ઓડીઆરએએફ ની 6 ટીમો અને એનડીઆરએફ ની આઠ ટીમોને કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.