દિલ્હીઃ- દેશભરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.તો કેટલાક વિસ્તારોમાં વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં બંગાળની ખાડીમાં ચક્રવાતને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો દેશના પહાડી રાજ્યો હાલ કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે બંગાળની ખઆડીમાં પ્રવર્તતા ચક્વાતને લઈને અનેક રાજ્યોએ ભારે વરસાદનો સામનો કરવાની તૈયારીમાં રહેવું પડે તેમ જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની સ્થિતિ વર્તાઈ રહી છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ છે. ભારતીય હવામાન વિભાગ એ ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજરોજ મંગળવાર સવાર સુધી મલકાનગિરી, કોરાપુટ, નબરંગપુર, રાયગડા, ગજપતિ અને ગંજમમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ આંતરિક ઓડિશામાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો બીજી તરફ ઓડિશામાં માટે આવતીકાલે બુધવારે પણ ‘ઓરિએન્ટ એલર્ટ’ જારી કર્યું છે.આ સહીત હવામાન વિભાગે નબરંગપુર, કાલાહાંડી, કંધમાલ, બાલાંગિર, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર અને મયુરભંજ જિલ્લામાં ભારે વરસાદની ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.
જાણકારી અનુસાર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, ઓડિશા પર નીચા દબાણનો વિસ્તાર રચાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે આ સિસ્ટમ 26 જુલાઈની આસપાસ ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શંકાઓ છે.આ સહીત હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 જુલાઈના રોજ ગજપતિ, ગંજમ, પુરી, મલકાનગિરી, કોરાપુટ અને રાયગડા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ 7 થી 20 સેમી નોંધાઈ શકે છે.