Site icon Revoi.in

સાયરસ પૂનાવાલાની મોટી જાહેરાત:’ડેન્ગ્યુનો થશે ખાત્મો,એક વર્ષમાં આવી જશે વેક્સિન’

Social Share

દિલ્હી: કોરોનાની દવા કોવિશિલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી લાવવા જઈ રહી છે. બુધવારે આ માહિતી આપતાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાયરસ પૂનાવાલાએ કહ્યું કે, ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે ડેન્ગ્યુ માટે પણ અસરકારક રહેશે.તેમણે એમ પણ કહ્યું કે કની મેલેરિયાની રસી પણ લોન્ચ કરશે. સાયરસે કહ્યું કે મેલેરિયાની રસી માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકામાં પણ મદદરૂપ થશે કારણ કે ત્યાં સૌથી વધુ કેસ જોવા મળે છે.

પૂનાવાલાએ કહ્યું કે કોવિશિલ્ડની સફળતા પછી, SII વિશ્વમાં પ્રથમ વખત મેલેરિયાની રસી અને ડેન્ગ્યુની રસી પણ લોન્ચ કરશે જે મચ્છરો દ્વારા લોકોમાં ફેલાય છે. મેલેરિયા અને ડેન્ગ્યુ એ બંને વેક્ટર-જન્ય રોગો છે જે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય દેશોમાં ફેલાવાની સંભાવના વધારે છે. ડેન્ગ્યુ અને મેલેરિયા વરસાદની મોસમમાં ખૂબ જ સક્રિય બને છે અને લાખો લોકો તેનાથી સંક્રમિત થાય છે. કેટલાક લોકો ડેન્ગ્યુના કારણે મૃત્યુ પણ પામે છે.

સાયરસે કહ્યું કે ઘણા વર્ષોથી સીરમ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો આ રોગો સામે લડવા માટે રસી શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સાયરસે કહ્યું કે સીરમના વૈજ્ઞાનિકો ડેન્ગ્યુ અને મેલેરિયા તેમજ કેન્સર પર સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો કેન્સરની પણ રસી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.