Site icon Revoi.in

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને રાખડીનો શણગાર કરાયો

Social Share

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દેશભરમાં આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વિવિધ મંદિરોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રાખડીનું પર્વ ઉજવવામાં આવ્યુ હતુ. સવારથી હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરમાં ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી દાદાનો શણગાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર અને સિંહાસને નાળિયેરીના પાનનો દિવ્ય શણગાર કરાયો હતો. તેમજ સંતોએ હરિભક્તોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ત્યારે સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તો હનુમાનજી દાદાને રાખડીઓ ધરાવી તેમજ દાદાના ચરણે પત્રો મુકિને હનુમાનજી દાદાના દિવ્ય શણગાર ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સંતો દ્વારા મંદિરે આવેલા હરિભક્તો ને રાખડી બાંધી રૂડા આશીર્વાદઆપી ને પવિત્ર રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

Exit mobile version