Site icon Revoi.in

ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસેની દાંડી કુટીરને મરામત કર્યા બાદ રંગરોગાન કરાશે

Social Share

ગાંઘીનગરઃ પાટનગર ગાંઘીનગરમાં 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી દાંડી કુટીર મેઈન્ટેનન્સના અભાવે ખંડિયેર બની ગઈ હતી. ત્યારે હવે વાઈબ્રન્ટ આવતા જ દાંડી કુટીરમાં રંગરોગન અને મેઈન્ટેન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. કહેવાય છે કે, દાંડી કુટીરની જાળવણી માટે 20 કરોડના ખર્ચે ત્રણેક વર્ષ માટે મેઈન્ટેનન્સની કામગીરી સોંપવામાં આવી છે. જેને પગલે હાલ સોલ્ટ માઈન્ટની સફાઈ કરાઈ રહી છે. ત્યાર બાદ તેના પર રંગરોગાન કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગાંધીનગરમાં આગામી તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાથી હાલ ગાંધીનગર શહેરના રોડ-રસ્તાઓના મરામત લઈને તમામ કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ગાર્ડનમાં વૃક્ષ ટ્રીમિંગથી લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે, ઉપરાંત  પાટનગરમાં આવેલા વિશ્વકક્ષાના ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિર પરિસર સાથે જોડાયેલી દાંડી કુટીર લાંબા સમયથી બંધ હતી  18 મહિના સુધી મેઈન્ટેન્સની કામગીરી વગર પડી રહેલી દાંડી કુટીરમાં મ્યુઝિયમની અંદર અડધી સિસ્ટમો બંધ થઈ ગઈ હતી. દાંડી કુટીરમાં ગાંધીજીના જીવન પર બનાવાયેલો 3D લેસર શો, ગાંધીજીના જીવન આધારિત પ્રદર્શની તેમજ મીઠાનો સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, ઐતિહાસિક દાંડીકૂચતેમજ અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. બહારની સાઈડ બનેલી વોટર બોડીમાં નીચેના ભાગે અનેક સ્થળે ભંગાણ થયેલું છે. જેને પગલે દાંડી કુટીરના મેઈન્ટેનન્સમાં ઘણો સમય જાય તેમ છે. જેને પગલે વાઈબ્રન્ટને જોતા રંગરોગન કરીને દાંડી કુટીરને આવતા-જતાં મહેમાનોની આંખોને ગમે તેવું કરી દેવાશે. 2 ઓક્ટોબરથી શરૂ થયેલા દાંડી કુટીરમાં બે મહિના બાદ એટલે ડિસેમ્બરથી મેઈન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. (file photo)