Site icon Revoi.in

સિક્કમીમાં મંડળાઈ રહ્યું છે જોખમ, શાકો ઝીલ ગમે ત્યારે ફાટવાના જોખમને લઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Social Share

સિક્કીમ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પુરની સ્થિતિ જોવા મળી રહી છે જો કે હજી પણ અહી જોખમ ઓછુ થયું નથી હવે શાકો તળાવ પર ખતરો મંડળાઈ રહ્યો છે જેને લઈને આસપાસના લોકોને વિસ્તાર ખાલી કરાવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સિક્કિમમાં વાદળો ઘેરાયા બાદ આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. દરમિયાન, વહીવટીતંત્રે મંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું છે.

આ સહીત એમ કહેવામાં આવી રહ્યું છે કે આ તળાવ ફાટવાના આરે છે, જેના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. શાકો ચો ગ્લેશિયલ તળાવ થંગુ ગામની ઉપર છે. આ તળાવ 1.3 કિમી લાંબુ છે અને ગામ તેનાથી માત્ર 12 કિમી દૂર છે. અધિકારીઓ દ્વારા ગંગટોક જિલ્લાના સિંગતમ, મંગન જિલ્લાના ડિચ્ચુ અને પાક્યોંગ જિલ્લામાં રંગપો IBM વિસ્તારનો સમગ્ર ગોલિટાર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અહીં સર્જાયેલી પૂરની ઘટનાને પગલે સ્થાનિક લોકો માટે જીવવાનું અઘરૂ બની ગયું છે. વરસાદ અને પાણી પોતાની સાથે લઈ આવેલા કાટમાળ વચ્ચે જીંદગી ધબકવાનું શરૂ કરે તે પહેલા જ ફરી એકવાર સ્થાનિક શાકો તળાવ ફાટવાનો ખતરો સામે આવ્યો છે.

અહી સેનાના જવાનો સહીત 51 જેટલા લોકોના મોત થી ચૂક્યા છએ તો કેટલાક લોકો હાલ પણ ગુમ છેઅચાનક પૂરના પગલે હજારો લોકોની જીંદગી પર તેની અસર વર્તાઈ રહી છે.તાજી માહિતિ પ્રમાણે મંગન જિલ્લાનું શાકો ચો તળાવ ફાટવાનું હવે જોખમ વર્તાઈ રહ્યું છે.