Site icon Revoi.in

પક્ષી અથડાવાથી વિમાનને બચાવવા એરપોર્ટ ઓથોરિટી માટે ડીસીજીએ એ જારી કરી ગાઈડલાઈન 

Social Share

દિલ્હીઃ-  ઘણી વખત એરપોર્ટ પર પક્ષી આવી જવાના કારણે વિમાનમાં દૂર્ઘટના થતી હોય છે અથવા તો વિમાન દૂર્ઘટના થવાથી બચતી જતું હોય છે આવી સ્થિતિમાં મુસાફરોની જાનને જોખમ રહે છે ત્યારે હવે સતર્કતા દાખવતા ઉડ્ડયન નિયમનકારડીજીસીએ એ આજરોજને શનિવારે એરપોર્ટ પર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ સાથે વિમાન અથડાવાની ઘટનાઓની તપાસ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી.

જારી કરેલી માર્ગ દર્શિકામાં રેન્ડમ પેટર્નમાં નિયમિત પેટ્રોલિંગ કરવું અને જ્યારે પણ કોઈ વન્યજીવ સંબંધિત પ્રવૃત્તિ હોય ત્યારે પાઈલટને જાણ કરવી વગેરેનો સમાવેશ ખાસ રીકે કરવામાં આવ્યો છે.

આ આદેશમાં ડીજીસીએએ તમામ એરપોર્ટ ઓપરેટરોને પક્ષી અથડાવાથી બચવા અને એરોડ્રામની આસપાસ સલામતીનો કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટેના અંતરને ઓળખવા માટે તેમના વાઇલ્ડલાઇફ રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં પક્ષીઓના વિમાનો સાથે અથડાવાની ઘણી ઘટનાઓ બની છે. 4 ઓગસ્ટના રોજ ચંદીગઢ જતી ગો ફર્સ્ટ ફ્લાઈટને પક્ષી અથડાતા તેને અમદાવાદ પરત કરવામાં આવ્યું હતું.આ પહેલા પણ 19 જૂનના રોજ, પટના એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ, 185 મુસાફરોને લઈને દિલ્હી જઈ રહેલા સ્પાઈસજેટ વિમાનના એન્જિનમાં આગ લાગી હતી અને થોડીવાર પછી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પક્ષી અથડાવાને કારણે એન્જિનમાં ખામી સર્જાઈ હતી.