Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ડામટા નજીક 500 મીટર ઊંડી ખીણમાં યમુનોત્રી જતી ખાનગી બસ પડતા 26 યાત્રિકાના મોત

Social Share

દહેરાદુનઃ દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઉત્તર કાશીથી યમનોત્રી જઈ રહેલી યાત્રાળુઓની એક ખાનગી લકઝરી બસ 500 મીટર ખીણમાં પડતા 26 યાત્રાળુઓ મોતને ભેટ્યા હતા. લકઝરી બસમાં 40 યાત્રાળુઓ હતા, અકસ્માતના બનાવની જાણ થતા એનડીઆરએફની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે આરંભા દીધુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરીને મૃતક યાત્રિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક રવિવારે મોડી સાંજે મધ્ય પ્રદેશના આશરે 40 તીર્થયાત્રીઓથી ભરેલી બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટનામાં 26 લોકોના મોત નિપજ્યા છે. તમામ યાત્રી ચારધામ યાત્રા પર જઈ રહ્યા હતા. NDRF ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પણ દહેરાદૂન જઈ રહ્યા છે. આ ઘટનામાં મૃતકોનો આંક વધીને 26 થયો છે.આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારોને મધ્ય પ્રદેશ સરકારે રૂપિયા 5-5 લાખ સહાયતા કરવાની જાહેરાત કરી છે.

ઉત્તરાખંડમાં રવિવારે સમીસાંજે ભીષણ અકસ્માત સર્જાયો હતો. યમુનોત્રી જઈ રહેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ બસમાં ઓછામાં ઓછા 40 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. ઊંડી ખીણમાં લકઝરી બસ ખાબકી હોવાની જાણ થતા પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામવા નજીક આ દુખદ ઘટના સર્જાઈ હતી. યાત્રાળુઓની લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ અનિયંત્રિત થઈ ખીણમાં પડી હતી.. આ ઘટનામાં મોટાભાગના યાત્રિકાની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

DGP અશોક કુમારે જણાવ્યું છે કે ઉત્તરકાશી માટે મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાથી આ બસ આવી હતી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામટા નજીક ખીણમાં પડી હતી. બસમાં મધ્ય પ્રદેશના યાત્રીઓ હતા. ડામટામાં બસ ખીણમાં પડતા હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતી. શ્રદ્ધાળુઓ આક્રંદ કરતા હતા. આ દુખદ દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો પણ બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ સહાયતાની ખાતરી આપી હતી.આ સાથે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારોને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

આ ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસ ખાઈમાં પડ્યાની માહિતી અત્યંત દુખદ છે. મે મુખ્યમંત્રી પુષ્કર ધામી જી સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. NDRFની ટીમ પણ ટૂંક સમયાં સ્થળ પર પહોંચી રહી છે.