Site icon Revoi.in

દાંતા સ્ટેટ રાજવી પરિવારના મહિપેન્દ્રસિંહનું નિધન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં

Social Share

અમદાવાદ દાંતા સ્ટેટના રાજવી પરિવારના 146મા રાજવી મહિપેન્દ્રસિંહજી પરમારનું 75 વર્ષની વયે હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. રાજવીના નિધનથી દાતા વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થ મહિપેન્દ્રસિંહના નિધન અંગે શોક વ્યક્ત કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે જણાવ્યું હતું કે, આ દુઃખદ સમાચાર છે, દાંતા સ્ટેટના રાજવી મહિપેન્દ્રસિંહજી તેમના વિસ્તારના લોકો સાથે ખૂબજ પ્રેમ હતો. અને સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા હતા. ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાથના કરૂ છું, મહિપેન્દ્રસિંહજીના નિધન અંગે રિવોઈ’ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

દાંતા સ્ટેટના રાજવી પરિવારના 146મા રાજવી મહિપેન્દ્રસિંહજી પરમારનું 75 વર્ષની વયે હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું.  દાંતાના રાજવી મહિપેન્દ્રસિંહજીની અંતિમયાત્રા નીકળી હતી. રાજવી પરિવારના મહિપેન્દ્રસિંહજીના અંતિમ દર્શન કરવા માટે માનવ મેરામણ ઉમટ્યો હતો અને સર્વ સમાજના લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી. રાજવી મહિપેન્દ્રસિંહજીની દાંતાથી ગંગવા સુધી અંતિમયાત્રા નીકળી હતી અને ઢોલ નગારા વાજિન્દ્રો સાથે શાહી અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા. જેમાં ગુજરાત સહિત રાજસ્થાનથી રાજવી પરિવારના સભ્યો પણ મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા. રાજનીના નિધનથી દાંતા તાલુકાના પંથકમાં શોક છવાયો હતો.

દાંતા રાજવી પરિવારનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. દાંતા સ્ટેટના રાજવી મહીપેન્દ્ર સિંહજી પરમાર પોતાના વિસ્તારમાં વસવાટ કરતા લોકો સાથે ખૂબ જ પ્રેમ હતો. લોકો સાથે રાજવી અનેકો સેવાભાવી કાર્ય સાથે સંકળાયેલા હતા. યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ દાંતાના રાજવી પરિવારોનો ઇતિહાસ ખૂબજ જૂનો છે. દાંતાના રાજવી મહારાણા મહીપેન્દ્ર સિંહજી પરમાર ઘોડોના ખૂબજ શોખીન હતા. સાથે સાથે રાજવી દ્વારા અનેક સરાહનીય કામગીરી જનતા માટે કરી હતી. આજે એક અધ્યાયનો અંત થયો હતો. વહેલી સવારે દાંતા સ્ટેટના રાજવી મહીપેન્દ્રસિંહજી પરમારનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.