Site icon Revoi.in

દેવાના ડુંગર હેઠળ દબાયેલુ પાકિસ્તાનઃ દુનિયાના સૌથી દેવાદાર 10 દેશમાં સમાવેશ

Social Share

દિલ્હીઃ અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પાસેથી દેવુ લઈને જલસા કરનારા પાકિસ્તાની સ્થિતિ વધારે વણસી છે. વિશ્વ બેંક દ્વારા જાહેર કરેલા રિપોર્ટ અનુસાર કોવિડ મહામારીએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. દુનિયાના 10 સૌથી દેવાદારોમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં હવે તે ડેટ સર્વિસ સસ્પેન્શન ઇનિશિયેટિવ (DSSI) ના દાયરામાં આવી ગયું છે, જેના કારણે તેના માટે વિદેશી લોન મેળવવી મુશ્કેલ બનશે.

વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા 2022ના આંતરરાષ્ટ્રીય દેવુ સાંખ્યિકીનો હવાલો આપતા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેવાદારો સમતે ડીએસએસઆઈની શ્રેણીમાં આવતા દેશોમાં પ્રાપ્ત દેવાના દરમાં વ્યાપક અંતર રહ્યું છે. વર્ષ 2020માં ડીએસએસઆઈની શ્રેણીમાં આવતા 10 સૌથી મોટા દેવાદાર દેશોનું કુલ રૂ. 509 રબ ડોલર જેટલું છે.

જે વર્ષ 2029ના મુકાબતે 12 ટકા વધારે અને ડીએસએસઆઈની શ્રેણીમાં આવતા તમામ દેશોનું કુલ વિદેશી દેવુ 39 ટકા છે. વર્ષ 2020ના અંત સુધી આ ડીએસએસઆઈની શ્રેણીમાં આવતા દેશોને વિના ગેરન્ટીવાળા ખાનગી વિદેશી દેવુ 65 ટકા થઈ થયું છે. આ યાદીમાં અંગોલા, બાંગ્લાદેશ, ઇથોપિયા, ધાના, કેન્યા, મંગોલિયા, નાઈજીરિયા, પાકિસ્તાન, ઉઝ્બેકસ્તાન અને જાંબિયાનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની ખરાબ અર્થવ્યવસ્થાને કારણે ટામેટા, બટાટા જેવી જીવનજરૂરી ચીજોના ભાવ વધ્યો છે. બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ સમય-સમયે વધતી રહે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ફેલેલી ભ્રષ્ટાચારને પણ પાકિસ્તાનની ગણતી અર્થવ્યવસ્થા એક મહત્વનું કારણ માનવામાં આવે છે. વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના અનેક નેતાઓ ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યાં છે.