Site icon Revoi.in

દેવામાં ડુબેલા પાકિસ્તાનના અધિકારીઓના કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં જમા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ વિદેશી દેવામાં ડૂબેલા પાકિસ્તાનના અધિકારીઓને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક મોટી સ્વિસ બેંકમાંથી ડેટા લીક થવાને કારણે 1400 પાકિસ્તાની નાગરિકો સાથે જોડાયેલા 600 ખાતાઓની માહિતી સામે આવી છે. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વિચઝર્લેન્ડમાં નોંધાયેલા એક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ ક્રેડિટ સુઈસના લીક થયેલા ડેટા અનુસાર ખાતાધારકોમાં ભૂતપૂર્વ ISI ચીફ, જનરલ અખ્તર અબ્દુર રહેમાન ખાન સહિત અનેક અગ્રણી રાજકારણીઓ અને જનરલોનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, અખ્તર અબ્દુર રહેમાન ખાને અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનને સોવિયત સંઘ સામેની લડાઈમાં સમર્થન આપવા માટે યુએસ અને અન્ય દેશો પાસેથી અબજો ડોલરની રોકડ અને અન્ય સહાય મેળવવામાં મદદ કરી હતી. અફઘાનિસ્તાનમાં રશિયાની હાજરી સામે લડી રહેલા મુજાહિદ્દીન લડવૈયાઓ માટે સાઉદી અરેબિયા અને યુએસ ફંડિંગ યુએસ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના સ્વિસ બેંક ખાતામાં ગયું છે. “આ પ્રક્રિયામાં અંતિમ પ્રાપ્તકર્તા પાકિસ્તાનનું ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ ગ્રુપ (ISI) હતું, જેનું [તે સમયે] અખ્તર નેતૃત્વ કરી રહ્યા હતા.”

પાકિસ્તાનીઓના ખાતાઓમાં સરેરાશ મહત્તમ બાકી 4.42 મિલિયન સ્વિસ ફ્રેંક (સ્વિટ્ઝર્લેન્ડનું ચલણ) હતું. પાકિસ્તાની અખબારે વધુમાં અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચને સુપરત કરવામાં આવેલી તેમની સંપત્તિની ઘોષણામાં, રાજકીય રીતે ઓળખાયેલી ઘણી વ્યક્તિઓએ જાહેર ઓફિસમાં હતા ત્યારે તેઓ જે ખાતા ખોલ્યા હતા તે ક્યારેય જાહેર કર્યા નથી.