Site icon Revoi.in

કાશ્મીરી પંડિતોની પીડાનો વીડિયો જોઈને ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતોઃ દર્શન કુમાર

Social Share

નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં દર્શનકુમારએ કુષ્ણા પંડિતનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મને મળેલી સફળતાથી દર્શન ખુશ છે, તેમજ કહ્યું હતું કે, મારા કેરેટ્રને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોને મારુ કામ પસંદ આવ્યું છે. ઈન્ડસ્ટ્રીમાંથી અનેક કોલ અને મેસેજ આવ્યાં છે.

એક મુલાકાત દરમિયાન અભિનેતા દર્શનકુમારએ જણાવ્યું હતું કે, જ્યારે ઈન્ડસ્ટ્રીઝમાંથી લોકો મારા પાત્રને લઈને મને ફોન કરી રહ્યાં છે.દર્શકોને પણ ફિલ્મ ખુબ જ પસંદ આવી છે. આ બધુ સ્વપ્ન સમાન લાગી રહ્યું છે. અમે કલાકારો આ દિવસ માટે જ મહેનત કરતા હોઈએ છીએ. જ્યારે હૈદરાબાદમાં ફિલ્મનું સ્ક્રીનીંગ હતું ત્યારે એક મહિલા ઈમોશનલ થઈ ગયા હતા અને મારી પાસે આવીને કહ્યું કે, અમારી સાથે આવુ થયું છે અને અમારા બાળકો હાલ કિષ્ણા પંડિતના પાત્રની જેમ કન્ફ્યુઝ છે. તેમને મને ખુબ જ આર્શિવાદ આપ્યાં હતા. આ માટે સાચો એવોર્ડ છે. મિથુન દાએ પણ મને ફોન કરીને મારા પાત્રના વખાણ કર્યાં છે. તેમજ કહ્યું કે, દર્શન તે ખુબ જ સંદર કામ કર્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, મને કાસ્ટીંગ ડાયરેક્ટર તરુણ જબાબનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, તેઓ મને કાશ્મીર ફાઈલ્સમાં લીડ લેવા માંગે છે. જ્યારે વિવિક અગ્નિહોત્રી સાથે મુલાકાત થઈ ત્યારે પલ્લવી જોશી પણ ત્યાં હાજર હતા. તેમણે કહ્યું કે, દર્શન અમે તને ફિલ્મના નરેશન પહેલા કંઈક બતાવવા માંગીએ છીએ, તેઓ મને ઓફિસના થીયેટરમાં લઈ ગયા હતા. જ્યાં મને 20 મીનિટનો વીડિયો ક્લીપ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં 700 કાશ્મીરી પંડિતોની પીડા રેકોર્ડ કરેલી હતી. આ વીડિયો જોઈને હું ખુદ પરેશાન થઈ ગયો હતો. વીડિયો જોવા બાદ હું કંઈ બોલી શક્યો ન હતો અને સ્ક્રિપ્ટ લઈને ઘરે ગયો હતો. હું પણ ઈચ્છતો હતો કે સચ્ચાઈ દુનિયાની સામે આવે.