Site icon Revoi.in

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાયો નિર્ણય – જુન મહિના સુધી પાકિસ્તાન ગ્રે-લીસ્ટમાં જ રહશે

Social Share

દિલ્હી – આતંકવાદની વાત આવે એટલે પાકુિસ્તાનનું નામ મોખરે આવે, સમગ્ર વિશ્વભરમાં પાકિસ્તાન આતંકીઓની મદદ કરી રહ્યું છે,ત્યારે હવે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ની પેરિસમાં એક બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ફરી એક વખત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને અત્યાર સુધી 27 કાર્યયોજનાઓમાંથી માત્રને માત્ર 24 યોજનાઓને જ પૂર્ણ કરી છે.જ્યારે આ યોજનાને પૂર્ણ કરવાનો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે, . તેથી એએફટીએફ જૂન 2021 સુધી પાકિસ્તાનને આ કાર્ય કરવા માટેનો સમય આપીને તેને ગ્રે લીસ્ટમાં જ રાખવા પર મહોર લગાવી છે.

એફએટીએફ દ્રારા વિતેલા દિવસને ગુરુવારના રોજ જણાવાયું હતું કે,પાકિસ્તાન સરકાર આતંકવાદ વિરુદ્ધ 27 સૂત્રીય એજન્ડામાંથી ત્રણ એજન્ડાને પૂર્ણ કરવામાં સતત નિષ્ફળ રહી છે. એફએટીએફે એમ પણ જણાવ્યુંવ હતું કે પ, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ઠોસ પગલા લીઘા નથી કે કોી કડક કાર્યવાહી કરી નથી.

આ સમગ્ર મામલે એફએટીએફ એ કહ્યું હતું કે, પાકિસ્તાને તમામ 1267 અને 1373 ચિહ્નહિત કરાયેલા આતંકવાદીઓ સામે નાણાકીય પ્રતિબંધોને યોગ્ય રીતે લાગુ કરવા જોઈએ. આ સાથે જ જણાવ્યું હતું કે, પાકિસ્તાને પોતાની રણનીતિક રૂપથી દરેક કમીોને પબર્મ કરવામાં ધ્યાન આપવું જોઈએ આ સાથે જ આ ત્રણ બિંદુઓને લાગૂ કરવા બાબતે ખાસ ધ્યાન પણ આપવું જોઈએ.