Site icon Revoi.in

નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી થઈ રહી છે બુલંદ

Social Share

નેપાળની એક દક્ષિણપંથી રાજકીય પાર્ટીએ બંધારણમાં ધર્મનિરપેક્ષ હોવાની જોગવાઈને રદ્દ કરવાની માગણી કરીને પોતાના દેશને ફરીથી હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની પોતાની સરકાર સમક્ષ માગણી કરી છે.

નેપાળમાં 2006ના જનાંદોલનની સફળતા બાદ 2008માં તેને હિંદુ રાષ્ટ્રના સ્થાને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું હતું. 2008માં નેપાળમાંથી રાજશાહીને સમાપ્ત કરવામાં આવી હતી.

હવે નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી બુલંદ થવા લાગી છે. નેપાળના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન કમલ થાપાના નેતૃત્વવાળી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ પોતાના દેશના વડાપ્રદાન કે. પી. ઓલીને એક આવેદન પત્ર સોંપીને માગણીને કરી છે કે નેપાળને ધર્મનિરપેક્ષ ઘોષિત કરવાની જોગવાઈને રદ્દ કરવામાં આવે અને પૂર્ણ ધાર્મિક સ્વતંત્રતાવાળા એક હિંદુ રાષ્ટ્ર તરીકેની ઘોષણા કરવામાં આવે.

નેપાળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ મંગળવારે ખોટાંગ જિલ્લા પ્રશાસનના માધ્યમથી વડાપ્રધાન કે. પી. ઓલી શર્માને આવેદનપત્ર મોકલ્યું છે. તેની સાથે જ પાર્ટીએ ફેડરાલિઝમના ચાલુ રાખવા અથવા નહીં રાખવા મામલે પણ નેપાળમાં જનમત સંગ્ર કરાવવાની માગણી કરી છે.

નેપાળમાં હિંદુ બહુમતીમાં છે. નેપાળમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 81.3 ટકા હિંદુઓ છે. નેપાળમાં રાજશાહી ઘણો લાંબો સમય ચાલી અને ત્યારે નેપાળ દુનિયાનું એકમાત્ર ઘોષિત હિંદુ રાષ્ટ્ર હતું.

જો કે ચીનના વધતા પ્રભાવ તળે કમ્યુનિઝમની રાહે નેપાળમાં માઓવાદીનું વર્ચસ્વ વધ્યું હતું. ભારતના સાંસ્કૃતિક અને સામાજિક પ્રભાવને દૂર કરીને રાજકીય અસર ઓછી કરવા માટે ચીનના મળતિયાઓ થકી માઓવાદી જનાંદોલનના નેતાઓએ નેપાળમાં રાજશાહી સમાપ્ત કરીને નેપાળના હિંદુ રાષ્ટ્રના દરજ્જાના સ્થાને તેને ધર્મનિરપેક્ષ દેશ ઘોષિત કર્યો હતો.