1. Home
  2. Tag "nepal"

નવી દિલ્હીમાં નેપાળ-ભારત વચ્ચે JTT અને JWG ની બેઠક 21-22 જાન્યુઆરીએ યોજાશે

નવી દિલ્હીઃ ઉર્જા ક્ષેત્ર પર નેપાળ-ભારત સંયુક્ત ટેકનિકલ સમિતિ (JTT) અને સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની બેઠકો 21 અને 22 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. દર 6 મહિને યોજાતી આ બેઠક આ વખતે એક વર્ષ પછી યોજાવાની છે. અગાઉ સંયુક્ત સચિવના નેતૃત્વમાં JWG ગયા વર્ષે 2 જાન્યુઆરીએ મળ્યું હતું અને સચિવના નેતૃત્વમાં સંયુક્ત નિર્દેશકો સમિતિ (JSC) 3 […]

નેપાળ અને ભારત વચ્ચે વાણિજ્ય સચિવ સ્તરની બે દિવસીય બેઠક મળી

નવી દિલ્હીઃ નેપાળ-ભારત વાણિજ્ય સચિવ સ્તરની બેઠક શુક્રવારે કાઠમંડુમાં શરૂ થઈ. આ બેઠકમાં, બંને દેશો વચ્ચેના વેપાર અને પરિવહન સંધિની સમીક્ષા થવાની છે અને જરૂરી ફેરફારો પર ચર્ચા થવાની છે. બેઠકનું નેતૃત્વ ભારતના વાણિજ્ય સચિવ સુશીલ બર્થવાલ કરી રહ્યા છે, જ્યારે નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ ગોવિંદ બહાદુર કાર્કી કરી રહ્યા છે. વાણિજ્ય ઉપરાંત, બંને પક્ષો […]

નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતમાં પણ ધરા ધ્રુજી

નવી દિલ્હીઃ પડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારે 6.35 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. નેપાળની સરહદે બિહાર તેમજ પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. દરમિયાન ભૂકંપના આંચકામાં 30થી વધુના મોત થયાનું જાણવા મળે છે. […]

નેપાળમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, એપીસેન્ટર 10 કિલોમીટર ઊંડે હતું

નેપાળમાં શનિવારે સવારે 4.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 3.59 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જુમલા જિલ્લામાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. અત્યાર સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી અને એમ પણ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. USGS અનુસાર, […]

ગાધીમાઈ બલિદાનમાંથી બચાવાયેલા લગભગ 400 પ્રાણીઓને વંતારા વન્યજીવન કેન્દ્રમાં કાયમ માટે આશ્રય અપાયો

જામનગરઃ  નેપાળના ગધીમાઈ ખાતે પશુ સખાવતી સંસ્થાઓ હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયા અને પીપલ ફોર એનિમલ્સ દ્વારા બચાવાયેલી લગભગ 400 ભેંસ અને બકરીઓને જામનગર ખાતે સ્થિત વન્યજીવન અને પુનર્વસન કેન્દ્ર વંતારા ખાતે કાયમ માટે આશ્રય આપવામાં આવ્યું. 8 અને 9 ડિસેમ્બરના રોજ યોજાયેલા ગધીમાઈ પશુ બલિદાનના થોડા દિવસો પહેલા ભારત-નેપાળ બોર્ડર ચેકપોસ્ટ પર એચએસઆઈ/ઈન્ડિયા અને પીએફએ દ્વારા સશસ્ત્ર […]

પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ ગ્લોબલ સાઉથ વૈશ્વિક પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, […]

નેપાળ : કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને પીએમ ઓલીની પાર્ટીને દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને પીએમ કેપી શર્મા ઓલીની પાર્ટી પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ઓલીની પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમના સ્થળે ગંદકી ફેલાવવાના કેસમાં આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પીએમ કેપી શર્મા ઓલીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બાદ તરત જ મેયર બલેન શાહ દ્વારા ઓલીની પાર્ટી એનસીપી-એમએલને દંડ ફટકારવા લેખિત […]

નેપાળના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાનની રૂ. 1.35 અબજના કૌભાંડના આરોપમાં ધરપકડ

કાઠમંડુઃ નેપાળના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રબી લામિછાનેની સહકારી છેતરપિંડી અને સંગઠિત અપરાધમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. નેપાળ પોલીસ હેઠળની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની એક ટીમે લામિછાનેને કાઠમંડુમાં તેમની પાર્ટીની સેન્ટ્રલ ઑફિસમાંથી ઝડપી લીધો હતો. કલાકો પહેલાં, કાસ્કી ડિસ્ટ્રિક્ટ કોર્ટે સહકારી ભંડોળની ઉચાપત અને સંગઠિત અપરાધમાં સામેલ હોવાના આરોપસર […]

બિહારઃ નેપાળ લઈ જવાતા 8 કિલો સોનું સાથે  બે શખ્સો ઝડપાયાં

પટના: રક્સૌલ બોર્ડરથી લગભગ 60 કિલોમીટર દૂર રાતોમતી ચેકપોસ્ટ પર દાણચોરી કરાયેલા સોનાનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરાયો છે. નેપાળ પોલીસે આ કેસમાં બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. નેપાળ પોલીસે વીરગંજ કાઠમંડુ રોડ પર વાહનની તપાસ કરતી વખતે આ રિકવરી કરી હતી. પોલીસ ટીમે 8 કિલો 243 ગ્રામ 970 મિલિગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની […]

નેપાળમાં અનરાધાર વરસાદ બન્યો આફત, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 220 પર પહોંચ્યો

લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા 30થી વધારે વ્યક્તિઓ ગુમ નવી દિલ્હીઃ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. 48થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પૂરના પાણી ઓસરતા સરકારે લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code