1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાધીમાઈ બલિદાનમાંથી બચાવાયેલા લગભગ 400 પ્રાણીઓને વંતારા વન્યજીવન કેન્દ્રમાં કાયમ માટે આશ્રય અપાયો
ગાધીમાઈ બલિદાનમાંથી બચાવાયેલા લગભગ 400 પ્રાણીઓને વંતારા વન્યજીવન કેન્દ્રમાં કાયમ માટે આશ્રય અપાયો

ગાધીમાઈ બલિદાનમાંથી બચાવાયેલા લગભગ 400 પ્રાણીઓને વંતારા વન્યજીવન કેન્દ્રમાં કાયમ માટે આશ્રય અપાયો

0
Social Share

જામનગરઃ  નેપાળના ગધીમાઈ ખાતે પશુ સખાવતી સંસ્થાઓ હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયા અને પીપલ ફોર એનિમલ્સ દ્વારા બચાવાયેલી લગભગ 400 ભેંસ અને બકરીઓને જામનગર ખાતે સ્થિત વન્યજીવન અને પુનર્વસન કેન્દ્ર વંતારા ખાતે કાયમ માટે આશ્રય આપવામાં આવ્યું. 8 અને 9 ડિસેમ્બરના રોજ યોજાયેલા ગધીમાઈ પશુ બલિદાનના થોડા દિવસો પહેલા ભારત-નેપાળ બોર્ડર ચેકપોસ્ટ પર એચએસઆઈ/ઈન્ડિયા અને પીએફએ દ્વારા સશસ્ત્ર સીમા બલની સાથે 750 થી વધુ પ્રાણીઓને બચાવી લેવામાં આવેલા 347 બકરા અને 74 ભેંસનો સમાવેશ થાય છે. . 

વંતારાના દસ વેટિનરીયન અને પેરા-વેટિનરીયનોની એક ટીમ 8 ડિસેમ્બરે બિહાર પહોંચી અને બિહારથી અભયારણ્ય સુધીનો પ્રવાસ શરૂ કરતા પહેલા પ્રાણીઓનું સંપૂર્ણ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું. અહીં આગમન પર, પ્રાણીઓને વધુ વેટરનરી સંભાળ સહીત તેમના દ્વારા સહન કરેલી મુશ્કેલીઓમાંથી સાજા થવામાં મદદ કરવા માટે જરૂરી તબીબી સારવાર આપવામાં આવશે. 

પીપલ ફોર એનિમલ્સના ટ્રસ્ટી ગૌરી મૌલેખીએ કહ્યું કે, આ પ્રાણીઓ માટે આશાનો નવો અધ્યાય છે. અમે એ જાણીને આનંદ થઇ રહ્યો છે કે તેમને ગાધીમાઈ બલિદાનની ક્રૂર કૃત્યથી બચાવવામાં આવ્યા છે અને હવે તેઓ સુરક્ષિત, પ્રેમાળ વાતાવરણમાં જીવશે અને ખીલશે. આ બકરીઓ અને ભેંસોને કાયમ માટે આશ્રય આપવા બદલ અમે વંતરાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમનું સફળ સ્થાનાંતરણ આ પ્રાણીઓ માટે લાંબા ગાળાની સંભાળ અને સુખાકારી સુનિશ્ચિત કરશે જ્યાં તેઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સંભાળ પ્રાપ્ત થશે.

હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર આલોકપર્ણા સેનગુપ્તાએ કહ્યું: આ ગધીમાઈના બલિદાનમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓ માટે શ્રેષ્ઠ સંભવિત પરિણામ છે. દુર્વ્યવહારનો ભોગ બનેલા અને ભયાનક મૃત્યુથી બચેલા પ્રાણીઓ માટે સલામત આશ્રય પ્રદાન કરવા માટે વંતારા સેન્ચ્યુરી સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ સામૂહિક પ્રયાસ પ્રાણીઓના બલિદાન અને પ્રાણીઓની અન્ય પ્રકારની ક્રૂરતા સામેની લડાઈમાં એક મોટી જીત દર્શાવે છે અને વિશ્વભરમાં પ્રાણીઓના રક્ષણ અને આદરના મહત્વ વિશે એક પ્રભાવશાળી સંદેશ મોકલે છે.

ભેંસ, ડુક્કર, ઉંદર, કબૂતર અને બકરા સહિતના હજારો પ્રાણીઓ માટે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક વિધિપૂર્વકનો ગધીમાઈ તહેવાર લાંબા સમયથી દુ:ખદ ઘટના બની રહી છે. એચએસઆઈ/ભારત અને PFA એ બલિદાનના એક અઠવાડિયા પહેલા ભારત-નેપાળ સરહદી ચોકીઓ પર ટીમો તૈનાત કરી, જેથી કતલ માટે ગેરકાયદેસર રીતે લઇ જવામાં આવતા પ્રાણીઓને અટકાવવામાં અને જપ્ત કરવામાં સરહદ પોલીસને મદદ કરી શકાય. તેમના સંયુક્ત પ્રયાસોથી 750 થી વધુ પ્રાણીઓ – 74 ભેંસ, 347 બકરીઓ, 328 કબૂતરો અને બે મરઘીઓના જીવ બચાવવામાં આવ્યા. આ પ્રયાસો છતાં, ભેંસની પ્રવેશ રસીદો અને પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો પર આધારિત અંદાજો સૂચવે છે કે બે દિવસ દરમિયાન 250,000 – 500,000 પ્રાણીઓની કતલ કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code