Site icon Revoi.in

છત્રીઓના ધંધામાં મંદીની મોકાણ, છત્રી ખરીદનારા ગ્રાહકોમાં થયો ખાસ્સો ઘટાડો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં અનેક ઉદ્યોગ-ધંધાઓને સહન કરવું પડ્યું છે. જેમાં સતત બીજા વર્ષે છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓનું કહેવું છે કે, કોરોનાની સાથે સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ પાછું ઠેલાયુ હોવાને કારણે છત્રીનું વેચાણ ઘણું પ્રભાવિત થયું છે. છત્રી ખરીદનારા ગ્રાહકોમાં ઘટાડો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 20થી 25 છત્રી ઉત્પાદકો છે, જેમનો કોરોના મહામારી પહેલા સામુહિક ટર્નઓવર 25 કરોડ રુપિયા હતું. અમદાવાદના એક 47 વર્ષીય છત્રી ઉત્પાદકે જણાવ્યું હતું કે, ગયા વર્ષે છત્રીનું ઉત્પાદન લગભગ નહિવત્ત હતુ, આ વર્ષે પણ છત્રીઓનું માત્ર 30 ટકા જ ઉત્પાદન થયું છે. શાળાઓ અને કોલેજો બંધ છે અને લોકો પોતાના ઘરેથી કામ કરી રહ્યા છે. વધુમાં આ વર્ષે ચોમાસુ પાછુ ઠેલાયુ છે. આ તમામ પરિબળોને કારણે છત્રીનું વેચાણ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના વેપારીઓ માર્ચ અને જૂન દરમિયાન ઉત્પાદકો પાસેથી છત્રી ખરીદતા હોય છે. રીટેલ માર્કેટમાં છત્રીનું વેચાણ લગભગ ઝીરો છે. ગયા વર્ષે પણ આખી સીઝન નિષ્ફળ રહી હતી. સામાન્યપણે જે સમયગાળા દરમિયાન વેપારીઓ ઉત્પાદકો પાસેથી છત્રીનો માલ ખરીદતા હોય છે તે સમયે કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી. અધુરામાં પુરુ ચોમાસુ પાછુ ઠેલવાયુ હોવાને કારણે સ્ટોક પણ નથી અને છત્રી ખરીદવા ગ્રાહકો પણ આવતા નથી.

(Photo - Social Media)