Site icon Revoi.in

દિવાળીમાં તમારા ઘરને જગમગાવો લાઈટ, કેન્ડલ અને દિવડાઓથી, આ રીતે કરો ડેકોરેશન

Social Share

 

દિવાળીને હવે થોડા જ દિવસોની વાર છે, ત્યારે દરેક ઘરોમાં દિવાળીની સાફ સફાઈ અને ઘરને કઈ રીતે સાવવું તેના પ્લાનિંગ થી રહ્યા છે, આ સાથે જ આજકાલ માર્કેટમાં અવનવા દિવાઓ પણ આવી ગયા છે, જો કે દિવાઓ પ્રગટાવવા આ ભારકતીય સંસ્કૃતિની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે,જેથી દિવાઓ વગરની દિવાળી તો જાણે અઘુરી  લાગે, ત્યારે આજે વાત કરીશું ઘરના કયા કયા એરિયાઓમાં દિવાઓ પ્રગટાવવા જોઈએ જેથી તમારા ઘરનું લૂક આકર્ષક લાગે, અને દિવા સાથે તમે કેન્ડલનો કઈ રીતે ઉપયોગ કરી શકો.

ઘરના આંગણામાં લગાવો દિવાઓ

તમારા ઘરના આંગણામાં ગોળ રાઉન્ડ કરીને દિવાઓ પ્રગટાવી શકો છો, જેનાથી ઘરનું આગંણું સુશોભીત બનશે, અને ઘરના આંગણે અજવાળું ફેલાશે

ઘરના આગંણાની પારીઓ પર દિવા

તમારા ધરની બહાર આગંણું હોય ત્યાની પારીઓ પર તમે દિવા પ્રગટાવી શકો છો, જેમાથઈ અજવાળું તથા ઘરની રોશની બેગણી વધશે આ સાથે જ બે દિવાઓની વચ્ચે તમે એક રંગની કેન્ડલ મૂકીને ઘરના આંગણાને આકર્ષક લૂક આપી શકો છો.

તમારા ટેરેસ પર કેન્ડલ લગાવો

તમારા ઘરના ધાબાની પારીઓ પર તમે અલગ અલગ કલરની કેન્ડલ પ્રગટાવી શકો છો, આ સાથે જ જ્યા ખુણાઓ પડતા હોય ત્યા મોટા દિવા પ્રગટાવી શકો છો.

ઘરની દરેક વિન્ડો પર દિવા પ્રગટાવો

તમારા ઘરમાં જેટલી પણ બારીઓ છે તેની પારી પર નાના નાના દિવાઓ પ્રગટાવીને તેને રોશન કરી શકો છો, જેનાથી બારીઓનો લૂક આકર્ષક મળશે.

ઘરની બાલ્કનીમાં રેડિમેટ લાઈટ

આજકાલ માર્કેમાં અવનવી લાઈટો મળી રહી છે, જ્યારે તમે બાલ્ક વધુ શની બારીઓ દિવાથી સજાવો છો ત્યારે ઉપર છત પર આ રેડિમેટ લાઈટ લગાવી શકો છો જેનાથી દિવા અને લાઈટની રોશનીથી ઘરની બાલ્કની વધુ સુંદર લાગશે.

આખા ઘરને લાઈટ સિરિઝથી ડેકોરેટ કરો

માર્કેટમાં લાઈટની જીણી અને રંગીન સિરીઝ મળી રહી છે તમારા ઘરની બહાર આખા ઘરને આ સિરિઝ વડે ટેકોરેટ કરી શકો છો જેનાથી દિવાળી વઘુ શાનદાર બનશે અને તમારા ઘરનો માહોલ પ્રોપર દિવાળઈ જેવો લાગશે