Site icon Revoi.in

પ્રોજેક્ટ Kમાંથી દીપિકા પાદુકોણનો નવો લૂક થયો રિલીઝ

Social Share

મુંબઈ:વર્ષ 2024 ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ આજકાલ તેની સ્ટાર કાસ્ટના લુકને લઈને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ અને પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મમાંથી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. આ લુકએ સોશિયલ મીડિયા પર ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી કામ કર્યું છે. હવે તે સાઉથ સ્ટાર પ્રભાસ સાથે કામ કરતી જોવા મળશે. દીપિકા પાદુકોણ એક એવી સ્ટાર છે જે લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. દીપિકા પાદુકોણ અને પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘પ્રોજેક્ટ કે’ની ટીમે ફિલ્મનો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. આ પહેલા દીપિકાના જન્મદિવસ પર એક પોસ્ટ પણ શેર કરવામાં આવી હતી, પરંતુ તે પોસ્ટરમાં અભિનેત્રીનો ચહેરો દેખાતો નહોતો.

આ પોસ્ટર ખૂબ જ આકર્ષક લાગે છે, પોસ્ટરમાં દીપિકાનો ગુસ્સાથી ભરાયેલ લાલ ચહેરો જોવા મળી રહ્યો છે. પોસ્ટર પર લખ્યું છે, ‘એક ઉમ્મીદ જાગી છે, આવતીકાલ માટેની’. એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકા પાદુકોણના આ લૂકને જોયા બાદ ચાહકો આ ફિલ્મ જોવા માટે વધુ ઉત્સાહિત થઈ ગયા છે. ‘પ્રોજેક્ટ કે’ નો ફર્સ્ટ લુક 20 જુલાઈએ યુએસએ અને 21 જુલાઈએ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. જેનું નિર્દેશન નાગા અશ્વિને કર્યું છે.