દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ મુર્મુ દરેક મોર્ચે સતત કમાન સંભાળી રહ્યા છે,વિદેશ મંત્રીઓ સાથે બેઠક હોય કે પછી ખાસ મુદ્દાઓ પર ચર્ચા હોય ત્યારે હવે વિયેતનામના સંરક્ષણ મંત્રી એવા જનરલ ફાન વેન ગિઆંગે વિતેલા દિવસને સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
જાણકારી અનુસાર જનરલ ગિઆંગ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતી વખતે રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત અને વિયેતનામ 2000 વર્ષથી વધુના સંસ્કૃતિ અને સાંસ્કૃતિક સંબંધોનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિયેતનામ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને અમારા ઈન્ડો-પેસિફિક વિઝનમાં મુખ્ય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત-વિયેતનામ ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ એ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ, વેપાર અને રોકાણ સંબંધો, ઉર્જા સુરક્ષા, વિકાસ સહયોગ, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવી છે.