Site icon Revoi.in

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસીય લદ્દાખની મુલાકાતે – સીમા પર સુરક્ષાની કરશે સમિક્ષા

Social Share

દિલ્હીઃ આજરોજ  કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર અને લદ્દાખની બે દિવસીય મુલાકાતે શ્રીનગર પહોંચશે. તેમની સાથે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ હશે. આ દરમિયાન, સંરક્ષણ મંત્રી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે. મોરચા પર જઈને ઓપરેશનલ સજ્જતા વિશે માહિતી મેળશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રક્ષા મંત્રી સૌથી પહેલા  આજરોડજ એટલે કે 27 ઓક્ટોબરે શ્રીનગર પહોંચશે, જ્યાં તેઓ એરબેઝ પર 1947ના યુદ્ધની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનશે. કાશ્મીરને આદિવાસીઓથી આઝાદ કરવા માટે ભારત પોતાની સેના લઈને આવ્યું હતું. તેથી જ સેના આ દિવસને પાયદળ દિવસ તરીકે ઉજવે છે.

ત્યાર બાદ  28 ઓક્ટોબરે રાજનાથ સિંહ ગલવાન ખીણમાં શિઓક બ્રિજથી દેશના 75 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ BRO દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.તેમાં કઠુઆના સાત સહિત જમ્મુ વિભાગના 17 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. કઠુઆના હીરાનગર વિસ્તારમાં પહાડપુરમાં ભાગ નાળા પર 121 મીટર લાંબા પુલનું ઉદ્ઘાટન કરશે.ઉલ્લેખનીય ચે કે આ બીજના કારણે વિસ્તારના લોકોને અમૃતસર જવા માટે લખનપુર, માધોપુર, પઠાણકોટ જવાની જરૂર નહીં પડે. તેનાથી લગભગ 50 કિમીનો પ્રવાસ ઓછો થશે. હવે આ પુલ દ્વારા પંજાબના તારાગઢ, ગુરદાસપુર થઈને સીધા અમૃતસર જઈ શકાય છે.