Site icon Revoi.in

રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે માલદીવની મુલાકાતે જશે, રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને પણ મળશે

Social Share

દિલ્હીઃ- દેશવિદેશના નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે ત્યારે ભારતના મંત્રીઓ પણ વિદેશના પ્રવાસે જઈ રહ્યા છએ આ શ્રેણીમાં રક્ષઆમંત્રી રાજનાથ સિંહ આવતી કાલે માલદિવ જવા માટે રવાના થવાના છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વિપક્ષીય સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સોમવારે માલદીવની ત્રણ દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે,
એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સોમવારે શ્રીલંકાની મુલાકાતે જાય તેવી  પણ શક્યતાઓ સેવાઈ છે. આ ક્ષેત્રના દેશોમાં ચીનનો પ્રભાવ વધારવાના સતત પ્રયાસો વચ્ચે સંરક્ષણ પ્રધાન અને વાયુ વડા ભારતના બે મોટા દરિયાઈ પડોશી દેશોની મુલાકાત લેવાના છે.

જો રક્ષઆમંત્રીની મુલાકાત વિશે વાત કરીએ તો માલદીવની તેમની મુલાકાત દરમિયાન સિંહ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ, વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ અને રક્ષા મંત્રી મારિયા દીદી સહિત અન્ય લોકો સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મુખ્ય દરિયાઈ પડોશીઓમાંનું એક છે અને સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રો સહિત બંને દેશો વચ્ચેના એકંદર દ્વિપક્ષીય સંબંધો વર્ષોથી મજબૂત થયા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સોલિહે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ લોન્ચ કર્યું હતું, જેને ટાપુ રાષ્ટ્રમાં સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ તરીકે ઓળખવામાં આવે છે.

જાણકારી અનુસાર રક્ષા મંત્રી સોમવારે માલદીવ જવા રવાના થશે અને બુધવારે પરત ફરશે. “મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાનો હશે,તેમ સુત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થી રહી છે.